સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી બગસરાને ગુજરાતની શ્રેષ્ઠ સહકારી મંડળીનો એવોર્ડ

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, રાજ્ય સહકારી સંઘ અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ અમીનની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું.
ગ્રામ સ્વરાજ એ ભારતની પ્રગતિનો પથ છે અને એ પથનો આધારસ્તંભ સહકારનું ક્ષેત્ર છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે સમગ્ર દેશમાં સહકારી ક્રાંતિ થઈ રહી છે. ગુજરાતમાં રાજયની સહકારી મંડળીઓને એક તાંતણે ગૂંથવાનું કામ કરતી ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનના રજત જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે સામાજિક ઉત્થાન એવોર્ડ સમારોહનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, રાજ્ય સહકારી સંઘ અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ અમીનની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં ગુજરાતની ગ્રામ્ય વિસ્તારોમાં સહકારની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી બગસરાને ગુજરાતની સર્વશ્રેષ્ઠ મંડળીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
મંડળીના ચેરમેન શ્રી અનિલ વેકરિયાએ જણાવ્યું હતું કે, આ મંડળી દ્વારા ગામડામાં સમૃદ્ધિ અને રોજગારીની તકો વધે એ માટે વિવિધ યોજનાઓ અમલી કરીને સાકાર કરી બતાવી છે. સમર્થ કિસાન યોજના, આત્મનિર્ભર કિસાન યોજના, નારી ગૌરવ યોજનાથી લઈને વિવિધ ગામડુ, ખેડૂત અને મહિલાઓ માટે યોજનાઓ કાર્યરત છે. આ એવોર્ડનું સન્માન અમારા માટે ગૌરવની બાબત છે.
Recent Comments