પાલીતાણા ખાતે યોજાયેલા સૌરાષ્ટ્ર પ્રદેશ કલા મહાકુંભમાં સાવરકુંડલાની જે. વી મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થી ચૌહાણ શાહનવાઝ શબ્બીરભાઈએ સુગમ સંગીત સ્પર્ધામાં બીજા નંબર ઉપર વિજેતા બની શાળાનું તેમજ અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે અને આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે તેમની આ સિધ્ધિ પાછળ સાવરકુંડલા જે. વી. મોદી હાઈસ્કૂલના સંગીત શિક્ષક શ્રી સંજયભાઈ મહેતાનું સતત માર્ગદર્શન અને તાલીમ ખરેખર રંગ લાવી. તેમની આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી ટ્રસ્ટીગણ તથા શાળાના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ જોષી તથા સુપરવાઈઝર શ્રી ત્રિવેદી સાહેબે પણ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.
સૌરાષ્ટ્ર પ્રદેશ કલા મહાકુંભમાં સુગમ સંગીત સ્પર્ધામાં બીજા નંબર ઉપર વિજેતા બનતાં સાવરકુંડલાની જે. વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થી

Recent Comments