કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદમાં સપડાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના હેડ ડૉ. આનંદ ચૌહાણ સામે એક યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો. પીડિતાએ ૨૦૦૭ થી ૨૦૨૦ સુધી વારંવાર શારીરિક શોષણ થયાના આક્ષેપ સાથે કુલપતિને અરજી કરી છે. પીડિતાએ પૂર્વ કુલપતિ કમલેશ જાેષીપુરાના કહેવાથી વારંવાર શોષણ કર્યાના સનસનીખેજ આક્ષેપ પણ લગાવ્યા છે. ડૉ. આનંદ ચૌહાણ પહેલા વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે પીડિતાએ તેમની સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હોવાનું જણાવ્યું. સાથે કામ કરતા સમયે અને પછી પીએચડીમાં પાસ કરાવી આપવાની કે યુનિવર્સિટીમાં રાજકીય લાભ આપવાની લાલચ સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાએ અગાઉ કુલપતિને વારંવાર કરેલી રજૂઆત ધ્યાને લેવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તો આગળ કાયદાકીય લડત લડવાની પણ તૈયારી દર્શાવી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના હેડ સામે કથિત દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. પીડિત મહિલાએ આંતરિક ફરિયાદ સમિતિને આ બાબતે અરજી આપી છે. પીએચડીમાં પાસ કરાવી આપવની લાલચ આપીને પ્રોફેસરે શારીરિક શોષણ કર્યાનો આરોપ મહિલાએ લગાવ્યો છે. એટલું જ નહીં પૂર્વ કુલપતિ કમલેશ જાેષીપુરાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે કુલપતિને પ્રથમ ફરિયાદ જતા કુલપતિએ ટકોર કરી હતી કે આ મામલે આંતરિક ફરિયાદ સમિતિમાં અરજી આપવામાં આવે. હવે મામલો ફરિયાદ નિવારણ સમિતિમાં પહોંચી છે. ત્યારે આ મામલે કેવી કાર્યવાહી થાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવન હેડ સામે પીડિતાએ આંતરિક ફરિયાદ સમિતિમાં કરી અરજી

Recent Comments