સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન છેલ્લા ૪ દિવસમાં ૬ વિદ્યાર્થી ચોરી-ગેરરીતિ કરતા ઝડપાયા, કોપી કેસની કાર્યવાહી હાથ ધરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટ-૧ના અલગ અલગ વિભાગના કુલ ૫૯ હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં આજે પરીક્ષાનો પાંચમો દિવસ છે અને છેલ્લા ચાર દિવસમાં કુલ ૬ વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી-ગેરરીતિ કરતા ઝડપાયા છે. તેની વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોપીકેસ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરની કોલેજમાં ગેરરીતીનો કિસ્સો સામે આવ્યો હતો. પરીક્ષાના ચોથા દિવસે સુરેન્દ્રનગરની સંસ્કૃતિ કોલેજમાં બી.કોમ. સેમ.૧ નો એક વિદ્યાર્થી કાપલીમાંથી ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. જેથી યુનિવર્સિટી દ્વારા તેની સામે કોપીકેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ખાસ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે જેના મારફત યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ દિવસે ૧, બીજા દિવસે અને ત્રીજા દિવસે ૨-૨ વિદ્યાર્થી સીસીટીવીના આધારે ચોરી કરતા ઝડપાયા હતા. આમ યુનિવર્સિટીની પરીક્ષા શરુ થયાના ચાર દિવસ સુધી દરરોજ કોપીકેસ નોંધાઈ રહ્યા છે. જેમાં ચાર દિવસમાં કોપી કેસનો આંક ૬ પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ સેમેસ્ટર-૧ માં ૫૯,૧૭૧ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. જેમાં કુલ બે ૯.૩૦ થી ૧૨ અને ૨.૩૦ થી ૫ એમ શેડ્યુલમાં પરીક્ષા લેવામાં આવી રહી છે.
Recent Comments