સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્ર યુનિ.માં માર્કશીટ વેરીફિકેશન, રેન્ક સર્ટિ.નામમાં સુધારો ઓનલાઈન થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભિમાણીની બિનશૈક્ષણિક કર્મચારીઓની મળેલી બેઠકમાં યુનિવર્સિટીના તમામ વિભાગો ઓનલાઈન કાર્યરત કરવાની ઈ.આર.પી. સીસ્ટમ કાર્યરત થશે. કોલેજ જાેડાણ માટેની કાર્યવાહી ઓનલાઈન, પીએચ. ડી.ના નોટીફીકેશનમાં વિદ્યાર્થીઓના લેટા અને બારકોડ આવશે. યુનિવર્સિટીના તમામ ફોર્મ ગુજરાતીની સાથે અંગ્રેજી ભાષામાં વેબસાઈટ પર મૂકાશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ડેટા એઆઈએસએચઇ પર ઓનલાઈન સબમીટ કરી દેવાયો છે.

મોટા ભાગની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે માટે આગામી ટૂંક સમયમાં ઓનલાઇન તમામ મોટાભાગની સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવશે. પરીક્ષા વિભાગની બહાર વિદ્યાર્થીઓની કતાર ભૂતકાળ બની જશે. વિદ્યાર્થીની માર્કશીટ વેરીફીકેશન, લેંગ્વેજ સર્ટી, રેન્ક સર્ટીનું ફોર્મ અને ફી ઓનલાઈન ભરી શકશે. જાેકે આ સિવાય ડુપ્લીકેટ માર્કશીટ, ડીગ્રી અને ઉૈં્‌ૐઈન્ડ્ઢ માર્કશીટ માટે વિદ્યાર્થીએ આવવું પડશે. સૌ-પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર વિદ્યાર્થીએ પોતાનો એનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે, જે બાદ તેની તમામ વિગતો તેમાં આવી જશે, જેમાં તે સર્ટી જાેઈતું હોય તેના પર ક્લિક કરી ફોર્મ સેવ કરતા જ ગેટવે મારફ્ત ફી નું પેમેન્ટ સ્વીકારાય જશે, જે પછી પરીક્ષા નિયામકની ડીજીટલ સહી અને સિક્કા સાથેનું સર્ટી વિદ્યાર્થીને ઈ-મેઈલમાં મળી જશે. વિધાર્થીઓ ઓનલાઈન ફોર્મ અને ઝેરોક્ષ માટે યુનિવર્સિટી પર પહોંચે તો તેઓને લુંટવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જેથી હવે પરીક્ષા વિભાગમાં ૪ કોમ્પ્યુટર સીસ્ટમ મુકાશે.

જેમાં વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ભરી પોતાનું સર્ટી સ્કેન કરી અપલોડ કરી શકે તે માટે બે સ્કેનર મુકવામાં આવશે. જે વ્યવસ્થા સંપૂર્ણ નિઃશુલ્ક હશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની બહાર વિદ્યાર્થીઓની કતાર ભૂતકાળ બને તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો સહીતના મોટાભાગના સર્ટી ઓનલાઈન ભરી શકશે. સાથે જ વેબસાઈટમાં તમામ ફોર્મ ગુજરાતીની સાથે અંગ્રેજી ભાષામાં હશે જેથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસને પણ પરેશાની ન થાય.

Follow Me:

Related Posts