ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થીઓને ફી માટે લાઈનોમાં ઉભુ રહેવું પડે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકારના ડિજિટલ ઇન્ડિયાના કોન્સેપ્ટનો વિદ્યાર્થીમાં જાેરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહી છે પરંતુ ખૂદ વિદ્યાર્થીઓની ફી ઓનલાઈન સ્વીકારી શકતી નથી તે નરી વાસ્તવિકતા છે. યુનિવર્સિટી સંલગ્ન ૨૪૦ જેટલી કોલેજાે પૈકીની ગામડાંઓમાં આવેલી કોલેજાે પણ પોતાના વિદ્યાર્થીઓની ફી ઓનલાઈન સ્વીકારે છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જુદી-જુદી ફી ભરવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. ભવનની શિક્ષણ ફી હોય, પરીક્ષા ફી, સત્ર ફી, પીએચડીની ફી, લાઇબ્રેરીની ફી હોય કે સ્પોર્ટ્‌સ પ્રવૃત્તિની ફી હોય આ તમામ ફી ભરવા માટે યુનિવર્સિટીની બારીએ લાઈનો લાગે છે. યુનિવર્સિટી હેઠળ કાર્યરત ગામડાની કોલેજાે હાલ હાઈટેક અને ઓનલાઈન થઇ છે, વિદ્યાર્થી ગામડે બેઠા બેઠા જ કોલેજની ફી ભરી દે છે પરંતુ ઓનલાઈન ફી મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હજુ પછાત હોવાની સ્થિતિ સર્જાઈ છે. નવા કુલપતિએ ચાર્જ લીધા બાદ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરી શકે તેવી વ્યવસ્થા કરીશું પરંતુ હજુ સુધી આવી કોઈ વ્યવસ્થા થઇ નથી. નેક (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) જે દેશની યુનિવર્સિટીઓનું ઇન્સ્પેકશન કરે છે તે સંસ્થા પણ હવે દરેક યુનિવર્સિટીનું ૬૦% ઇન્સ્પેકશન ઓનલાઈન મોકલાવેલા ડોક્યુમેન્ટના આધારે કરી રહી છે. બાકીનું ૪૦% ઇન્સ્પેકશન પ્રત્યક્ષ કરે છે.

શિક્ષણની ઉચ્ચ સંસ્થા પણ સમયની સાથે બદલાવ કરી ઓનલાઈન વ્યવસ્થા ગોઠવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ફી પણ ઓનલાઈન ભરી શકતા નથી. વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આ માટેનો સોફ્ટવેર પણ તૈયાર કરી લેવાયો છે પરંતુ બેંકો સાથે વાતચીત ચાલે છે કારણ કે કેટલીક બેંકો ઓનલાઈન ગેટ-વે પેમેન્ટ માટેનો એક્સ્ટ્રા ચાર્જ લે છે. વિદ્યાર્થીઓએ ફી સિવાયનો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો ન પડે તેવી વ્યવસ્થા ગોઠવીશું. આગામી માર્ચ મહિનાથી વિદ્યાર્થીઓ તમામ પ્રકારની ફી ઓનલાઈન ભરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે. યુનિવર્સિટીમાં એક્સ્ટર્નલ કોર્સની ફી વિદ્યાર્થીઓ ઓનલાઈન ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા અપાતા જુદા જુદા સર્ટિફિકેટ માટે ઓનલાઈન જ અરજી કરી પૈસા ભરવાની વ્યવસ્થા છે પરંતુ બાકીની ફી ભરવા માટે હજુ સુધી કોઈ ઓનલાઈન વ્યવસ્થા નથી.

Related Posts