સૌરાષ્ટ્ર યુનિ વિવાદોમાંઃ કુલપતિ કાર્યાલયની સામે જ દારુની ખાલી બોટલો મળી આવતા ચકચાર
સૌરાષ્ટ્ર યુનિર્વિસટીના કેમ્પસમાં ગેરકાયદે પ્રવૃતિઓ થતી હોવાના પૂરાવારૃપ દારૂની બોટલ મળી આવતા શિક્ષણ જગતમાં શર્મસાર મચી જવા પામી છે. કુલપતિ કાર્યાલયની સામે જ દારૂની ખાલી બોટલ મળી આવતા રાત્રે મહેફ્લિની આશંકા પ્રબળ બની છે.
શુક્રવારે યુનિર્વિસટી કેમ્પસમાં કુલપતિ કાર્યાલયની સામે મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની બાજુના ખુલ્લા મેદાનમાં દારુની ખાલી પાંચ જેટલી બોટલ મળી આવી હતી. જેથી કેમ્પસમાં રાત્રે મહેફ્લિ જામતી હોવાની શંકા પ્રબળ બની છે કારણકે કેમ્પસમાં આવતા જતા લોકો પર નિગરાની રાખવા માટે તો સિક્યુરીટી ગાર્ડસ રાખ્યા જ છે. જેથી એ વાતને વેગ મળે છે કે બહારથી આવતા લોકો નહી પણ કેમ્પસમાં જ રહેનારામાંથી જ કોઈક દારૂની ખાલી બોટલ ખુલ્લેઆમ ત્યાં ફેંકી જાય છે.
કેમ્પસમાં કેટલીક અવાવરું જગ્યાઓ અને ભવનો આસપાસના ખૂણાઓ છે કે જે ગેરકાયદે પ્રવૃતિઓને પ્રોત્સાહન આપે છે. વર્ષ ૨૦૧૯ના ઓક્ટોબર માસમાં પણ સંસ્કૃત ભવન પાસેના અવાવરું ખુલ્લા ગ્રાઉન્ડમાં એક યુવક અને યુવતી છાનગપતીયા કરતા ઝડપાયા હતા. જે ઘટના બાદ પણ સત્તાધીશોએ બોધપાઠ ન લીધો અને તેથી વધુ એક શર્મસાર ઘટના બની.
યુનિર્વિસટી કેમ્પસ પર ડસ્ટબિન સાથે કચરો નાખવા માટે કુંડીઓ બનાવવામાં આવી છે. જાેકે આ કુંડીઓમાં કચરો જમા થતો જાય છે અને હવે તો ગંદકીથી ઉભરાઈ ગઈ છે છતાં તેની સફઈ થતી નથી. અસ્વચ્છ ભારતનો ઉતમ નમૂનો સૌરાષ્ટ્ર યુનિર્વિસટી કેમ્પસમાં સામે આવ્યો છે.
યુનિર્વિસટીમાં સુરક્ષા વ્યવસ્થા માટે ૫૦થી વધુ સિક્યુરીટી ગાર્ડસ રખાયા છે છતાં વારંવાર ગેરકાયદે પ્રવૃતિ, અશોભનીય ઘટનાઓ સામે આવે છે. આ ઉપરાંત ચોરી થવાના બનાવો પણ બન્યા હતા. બાજુમાં જયુનિર્વિસટી પોલીસ મથક છતાં નાઈટ પેટ્રોલિંગના લીરા ઉડાવતી ઘટના સામે આવે છે.
Recent Comments