સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન પરિપત્ર નો પાલિકા તંત્ર દ્વારા ઉલ્લાળિયો દામનગર શહેર માં જાહેર સ્થળો માં ઉભેલા ઘટાટોપ રક્ષિત ઝાડ નો સોથ બોલાવતા નિશાસરો
દામનગર શહેર માં જાહેર સ્થળો એ રક્ષિત ઝાડ કાપી નાખતા ઈસમો બેખોફ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનયમ ૧૯૫૧ સંદર્ભે તા ૨૦/૦૫/૧૬ ના ઠરાવ ક્રમાંક પી ઇ એન ૨૦૧૪ /૫૧/W પરિપત્ર થી શહેરી વિસ્તાર માં નગરપાલિકા તંત્ર ની સ્પષ્ટ જવાબદારી હોવા છતાં આંખ આડા કાન કરી વૃક્ષ છેદન પ્રવૃત્તિ ને ખુલ્લું સમર્થન આર એન્ડ બી હુકુમત ની જગ્યા માં વર્ષો થી અડીખમ ઉભેલા ઘટાટોપ વૃક્ષો નો સોથ વળતા નિશાસરો સામે વૃક્ષ છેદન ની જોગવાઈ હેઠળ કાર્યવાહી થવા માંગ ઉઠી સહકાર ભુવન સામે ના ચોક માં ૭૦ વર્ષ જુના લીમડા તેમજ પટેલ વાડી સામે આવેલ જય ભુરખિયા શોપિંગ સેન્ટર આગળ આર એન્ડ બી ની જગ્યા માં ઉભેલા વર્ષો જુના લીમડા ના ઝાડ ને કાપી નાખતા ઈસમો સામે કાર્યવાહી કરવા પાલિકા તંત્ર ઉણું ઉતરી રહ્યું છે શહેરી સંકુલ માં સંતાનો જેમ ઉછેર કરેલ પર્યાવરણ શિડીયુલ માં રક્ષિત ઝાડ કાપતા ઈસમો ને કાયદા નીતિ નિયમો નો કોઈ ડર નથી જ્યારે ગુજરાત સરકાર ના ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ માં ઇ પોર્ટલ ઉપર કોઈપણ જાત ની જાણ કે મંજૂરી વગર દામનગર શહેર માં ઘટાટોપ વૃક્ષ આવી રીતે કપાતા રહેશે ? પાલિકા તંત્ર ની સ્પષ્ટ જ્વબદારી હોવા છતાં પાલિકા તંત્ર કોની લાજ કાઢી રહ્યું છે ?
Recent Comments