સૌરાષ્ટ - કચ્છ

સૌ પ્રથમવાર આગામી ૨૩ અને ૨૪મીએ ભાજપની પ્રદેશ કારોબારી બેઠક સુરેન્દ્રનગરમાં યોજાશે

ભાજપની પ્રદેશ કારોબારી પ્રથમવાર સુરેન્દ્રનગરમા મુખ્યમંત્રી, ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિત ૬૫૦થી વધુ ભાજપના નેતાઓ સુરેન્દ્રનગર શહેરના મહેમાન બનશે. અતિથિ દેવો ભવઃ દરેક કાર્યકરને ત્યાં રાજ્યભરમાંથી આવતા બે-બે મહેમાન રોકાઈને બે દિવસ ઝાલાવાડની મુલાકાત કરશે. સુરેન્દ્રનગર શહેરમાં સૌ કારોબારીનું આયોજન થવા જઈ રહ્યુ છે. તા. ૨૩ અને ૨૪ના રોજ યોજાનારી કારોબારીના આયોજન માટે સુરસાગર ડેરી ખાતે બેઠકનું આયોજન કરાયુ હતુ. પ્રદેશ કારોબારી મહાનગરોમાં જ યોજાતી હોય છે. ત્યારે સૌ પ્રથમ વાર ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન સુરેન્દ્રનગર શહેરમાં તા. ૨૩ અને ૨૪ જાન્યુઆરીના રોજ થશે. આ પ્રદેશ કારોબારીની બેઠકના આયોજન સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી ખાતે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતુ.

દિન દયાળ હોલ સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસીંહ વાઘેલા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય કાર્યક્રમો રજૂ કરાશે. કીરીટસીંહ રાણા, પ્રકાશભાઈ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપના મહામંત્રીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઈ પટેલ, ધીરૂભાઈ સીંધવ સહીતનાઓ ઉપસ્થીત રહ્યાં હતા.જાન્યુઆરીમાં પ્રદેશની કારોબારીની બેઠક યોજાશે. આથી વરમોરા, પી.કે.પટેલ, શામજીભાઈ શહેરમાં ભવ્યાતી ભવ્ય રોશની કરશે. ૨ દિવસ થીમ કરવામાં આવશે.

આ ઉપરાંત ઠેરઠેર બેનરો લગાવવામાં આવશે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ૬૫૦થી વધુ ભાજપના મોટા આ પ્રદેશ કારોબારીને લઈને નેતાઓ બે દિવસ સુરેન્દ્રનગરમાં રોકાશે. શિયાળાના સમયમાં યોજાતી પ્રદેશ કારોબારીમાં મહેમાનોને ખાસ કરીને ઝાલાવાડી ભોજન રોટલો, રીંગણાનો ઓળો, લીલા ચણાનું શાક સહિતની વાનગીઓ પીરસવામાં આવનાર છે. સુરેન્દ્રનગરમાં સૌ પ્રથમ વાર યોજાતી પ્રદેશ કારોબારીમાં કેન્દ્રના મંત્રીઓ પણ હાજર રહેનારા છે. જેમાં કેન્દ્રિયના મંત્રીઓ સમક્ષ ઝાલાવાડની ભાતિગળ સંસ્કૃતિને લગતા સાંસ્કૃતીક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. ઝાલાવાડના મુખ્ય મથકના મહેમાન બનતા ભાજપના નેતાઓ સુરેન્દ્રનગરના કાર્યકરોને ત્યાં બે-બે દિવસ રોકાણ કરશે.

Related Posts