સૌ.યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિશ્રી ડો.ગિરીશ ભીમાણીનું શાંતાબા મેડિકલ કોલેજ હોસ્પિટલ દ્વારા સન્માન કરાયું
અમરેલી ખાતે સૌ.યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિશ્રી ડો.ગિરીશ ભીમાણીનું શાંતાબા મેડિકલ કોલેજ-હોસ્પિટલ દ્વારા સન્માન કરાયું ડો.ભીમાણીના સન્માનમાં ડાયરેકટર પીન્ટુભાઈ ધાનાણી,સુપ્રિ.ડો.જીતિયા,ડીન. ડો.સિંહા, એડવોકેટ બકુલભાઈ પંડયા, ગોવીંદભાઈ ગોંડલીયા, દિનેશભાઈ ભુવા ઉપસ્થિત રહયા હતા.વતનના રતન, કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ અમેરિકાથી ડો.ભીમાણીને શુભેચ્છા આપી.અમરેલી મારૂ વતન છે વતનના કેળવણીકારોની શુભેચ્છા તથા આર્શિવાદથી હું સૌરાષ્ટ્રન યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિના પદ સુધી પહોંચ્યો છુ જેનું મને ગૌરવ છે-ડો.ગિરિશ ભીમાણી,ઇન્ચાર્જ.કુલપતિશ્રી અમરેલી જિલ્લાના મોટા-આંકડીયા ગામના વતની તથા શિક્ષણશાસ્ત્રી ,કેળવણીકાર,સૌ.યુીન.ના સિન્ડીકેટ સભ્યંશ્રી,આઈકયુએસીના નિયામક અને યુનિ.ના વિજ્ઞાન શાખાના ડીન શ્રી ડો.ગિરિશ ભીમાણીની સૌ.યુનિ-રાજકોટના ઈન્ચાર્જ કુલપતિશ્રી તરીકે નિયુકિત થતા અમરેલીના વતનના રતન તથા કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ દ્વારા ભવ્ય સન્માન કરાયું હતુ આ તકે શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના એમ.ડી.પિન્ટુભાઈ ધાનાણી,ડીનશ્રી ડો.સિંહા તથા સુપ્રિ.ડો.જીતીયા દ્વારા ડો.ગિરીશ ભીમાણીને ફુલહાર,શાલ તથા મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. શાંતાબા મેડિકલ કોલેજ દ્વારા આયોજિત ડો.ગિરીશ ભીમાણીના સન્માન સમારોહમાં શાંતાબા જનરલ હોસ્પિટલ એન્ડ કોલેજના એમ.ડી પીન્ટુભાઈ ધાનાણી, સુપ્રિ. ડો.જીતીયા, ડીન. ડો. સિંહા, ડો. શોભનાબેન મહેતા, એડવોકેટ ગીરીશભાઈ દવે, બકુલભાઈ પંડયા, જયકાંત સોજીત્રા, દિનેશભાઈ ભુવા, રિતેશ સોની, ખોડાભાઈ સાવલીયા, ચતુરભાઈ ખુંટ વિ.ઉપસ્થિત રહયાં હતા. આ પ્રસંગે કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ અમેરિકાથી ડો.ભીમાણીને શુભેચ્છા પાઠવી હતી, સન્માનના પ્રત્યુભતર આપતા ડો.ગિરીશ ભીમાણીએ જણાવ્યુંં હતુ કે અમરેલી મારૂ વતન છે, તથા વતનના કેળવણીકારોની શુભેચ્છા તથા આર્શિવાદથી હું ગુજરાતની ગૌરવવંતી યુનિ.સૌ.યુનિ.રાજકોટના ઈન્ચાર્જ કુલપતિશ્રીના પદ સુધી પહોંચ્યો છું જેનો મને આનંદ તથા ગૌરવ છે. સમગ્ર સન્માન સમારોહનું સુંદર સંચાલન પ્રા.હરેશ બાવીશીએ કર્યુ હતું.
Recent Comments