સ્કુલો ખુલતા ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓના યુનિફોર્મની ડિમાન્ડ વધી છે
ધોરણ ૧ થી ૫ સાથે સોમવાર થી સ્કૂલો શરૂ થઈ ગઈ છે દિવાળી બાદ કોરોનાના નોંધાઇ રહેલા કેસોને પગલે પાલિકાના આરોગ્ય વિભાગે તકેદારીરૂપ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કર્યા હતા. પાલિકાની જુદી જુદી ૧૫ ટીમોએ શહેરની ૨૧ સ્કૂલોમાં જઈ કૂલ ૪૩૭ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવમાં આવ્યા છે તેમાં એક પણ કેસ પોઝિટિવ મળ્યો નથી. સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ટેસ્ટની રૂટિન કામગીરી આગામી દિવસોમાં પણ જારી રહેશેદિવાળી વેકેશન પૂરુ થતાં સોમવારથી સ્કૂલોનો પ્રારંભ થયો હતો. બે વર્ષ પછી ધોરણ.૧ થી ૫ ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવા માટે સરકારે મંજૂરી આપતા સંખ્યાબંધ સ્કૂલોમાં વર્ગો શરૂ થયા હતા. જિલ્લા શિક્ષણાધિકારીના દાવા મુજબ પ્રથમ દિવસે ધો.૧ થી ૫ માં ૪૫ ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા જયારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ૨૪ ટકા હાજરી હતી. જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યાં તેમાંથી ૯૦ ટકા વિદ્યાર્થી યુનિફોર્મ વિના આવ્યા હતા. તો બીજી તરફ, યુનિફોર્મ લેવા માટે વાલીઓની પડાપડી જાેવા મળી હતી. શહેરમાં અંદાજે પચાસ જેટલા યુનિફોર્મ શોપમાંથી પ્રથમ દિવસે અંદાજે ૪૦ લાખના ૫૦૦૦ યુનિફોર્મ વેચાયા હોવાનું વેપારીઓનું કહેવું છે. યુનિફોર્મ વેચતા વેપારી રસીક તન્ના અને અંકુર ઠક્કરે કહ્યું કે બે વર્ષ પછી યુનિફોર્મ માટે ઘરાકી નીકળતાં જૂનો સ્ટોક ખાલી થઈ જવાને આરે છે. મણીલાલ સ્ટોર્સના ઓનર્સ અમીત આધ્યએ જણાવ્યું કે, સોમવારે અમારા ૪ સ્ટોરમાંથી ૫૦૦થી વધુ યુનિફોર્મ વેચાયા હતા. જૂનો સ્ટોક ખાલી થઈ જતા નવાના ઓર્ડર પણ અપાયા છે. પરફેક્ટ યુનિફોર્મના ઓનર્સ અઝીમ પરફેર્ટવાલાએ કહ્યું કે, અમારે ત્યાંથી સ્ટોર્સથી ૧૫૦થી વધારે યુનિફોર્મ વેચાયા છે. ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓના યુનિફોર્મની ડિમાન્ડ વધી છે.
Recent Comments