રાષ્ટ્રીય

સ્કૂલોમાં છોકરીઓને ફ્રીમાં લગાવાશે સર્વાઈકલ કેન્સરની વેક્સિન, સરકારનો છે આ પ્લાન

કેન્દ્ર સરકાર સર્વાઈકલ કેન્સરને રોકવા માટે મહત્વના ર્નિણયો લઈ રહી છે. હાલમાં જ સરકાર તરફથી આ જાણકારી આપવામાં આવી છે કે, દેશના વૈજ્ઞાનિકોએ સર્વાઈકલ કેન્સરની સારવાર માટે એચપીવી વેક્સિન તૈયાર કરી લીધી છે અને ટૂંક સમયમાં ૯થી ૧૪ વર્ષની બાળકીઓને આપવામાં આવશે. હવે જાણકારી મળી રહી છે કે, કેન્દ્ર સરકાર આ કિશોરીઓને સ્કૂલમાં જ વેક્સિન આપવાનો પ્લાન બનાવી રહી છે. ભારતમાં મહિલાઓને થતાં કેન્સરમાં સર્વાઈકલ કેન્સર બીજા નંબર પર છે. વૈશ્વિક સ્તર પર સૌથી વધારે ભારતમાં સર્વાઈકલ કેન્સરના કારણે મોત થાય છે. ભારતમાં એક વર્ષમાં ૮૦,૦૦૦ મહિલાઓના મોત સર્વાઈકલ કેન્સરથી થાય છે.

આ રસીકરણ માટે કેવો છે સરકારનો પ્લાન. સર્વાઈકલ કેન્સરની વેક્સિન સૌથી પહેલા એ સ્કૂલોમાં આપવામાં આવશે, જ્યાં છોકરીઓની સંખ્યા વધારે છે. અભિયાનના દિવસે જે છોકરી શાળાએ આવી શકી નથી, તેને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર વેક્સિન લગાવાની રહેશે. સ્કૂલ ન જતી ૯થી ૧૪ વર્ષની છોકરીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને મોબાઈલ ટીમના માધ્યમથી વેક્સિનેશનનો ભાગ બનાવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે યૂ વિન એપનો ઉપયોગ કરી શકશો. રાજ્યોને આપ્યા આ નિર્દેશ… રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સફળ વેક્સિનેશન માટે દિશા-નિર્દેશ અને તેની સાથે જાેડાયેલ ર્નિણય લેવા માટે અનુરોધ કર્યો છે. સ્કૂલોમાં વેક્સિનેશન સેન્ટર બનાવીને વેક્સિન લગાવામાં આવશે.

જિલ્લા રસીકરણ અધિકારી જે જિલ્લા શિક્ષણ અધિકારી મદદ કરશે, સાથે જ ડીએમના નેતૃત્વમાં ટીમ બનાવીને જિલ્લા ટાસ્ક ફોર્સના પ્રયાસનો ભાગ બનાવામાં આવશે. રસીકરણ માટે સરકારી અને બિન સરકારી સ્કૂલના મેનેજમેન્ટ બોર્ડનો સંપર્ક કરો અને તેમને સહયોગ કરવા માટે કહેવામાં આવશે. દરેક સ્કૂલમાં રસીકરણ માટે એક કો ઓર્ડિનેટર બનાવામાં આવશે. જે વેક્સિનેશનની પ્રક્રિયામાં સહયોગ સાથે છોકરીઓની સંખ્યાને યૂ-વિન એપ પર અપલોડ કરશે. સ્પેશિયલ પેરેન્ટ્‌સ ટીચર મીટિંગ દ્વારા સ્કૂલના ટીચર માતા-પિતાને એચપીવી વેક્સિન વિશે જાણકારી આપી જાગૃત કરશે. વેક્સિનેશન માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવશે અને જીએલએસ મેપિંગ દ્વારા તમામ સ્કૂલોની જિલ્લાવાર યાદી બનાવશે.

Related Posts