fbpx
રાષ્ટ્રીય

સ્કૂલ કોલેજાેના સિલેબસમાં ક્લાઈમેટ ચેન્જનો સમાવેશ કરવાની પણ તરફેણ કરી

બ્રિટનના વડાપ્રધાને કોરોના મહામારીને કારણે આ વર્ષે બે વખત પોતાની ભારતની મુલાકાતને રદ કરી હતી. જે બાદ બન્ને દેશના નેતાઓ પહેલી વખત આમના સામને આવીને મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બેઠકના તુરંત બાદ ટ્‌વીટ કર્યું અને કહ્યું કે રોડમેપ ૨૦૩૦ પર આગળ વધી રહેલા વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આજે ગ્લાસગોમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસન સાથે મુલાકાત કરી હતી. સીઓપીના સફળ આયોજન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. દરમિયાન બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેન્સને કોપ૨૬ સમિટને ખુલ્લી મુકી હતી. તેમણે કહ્યું હતું કે વિશ્વ હાલ પૃથ્વીને બચાવવા માટે જેમ્સ બોન્ડ જેવી ક્ષણોમાંથી પસાર થઇ રહ્યું છે. આ દરમિયાન બ્રિટને ઇન્ડિયા ગ્રીન ગેરન્ટી લોંચ કરી હતી, વિશ્વ બેંક પાસેથી ભારતને હવે ૭૫૦ મિલિયન પાઉન્ડનું ફંડ મળશે જેનો ઉપયોગ ભારતભરના ગ્રીન પ્રોજેક્ટ માટે કરાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના ગ્લાસગોમાં કોપ-૨૬ સમિટમાં પોતાના ભાષણ દરમિયાન ક્લાઇમેટ ચેંજ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ક્લાઇમેટ ચેંજ વિકાસશીલ દેશો માટે એક મોટુ સંકટ છે, મોદીએ ક્લાઇમેટ ચેંજને વિદ્યાર્થીઓ જાણી શકે તે માટે સ્કૂલ કોલેજાેના સિલેબસમાં તેનો સમાવેશ કરવાની પણ તરફેણ કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે ગ્લાસગોમાં કોપ ૨૬ સમ્મેલનમાં સંબોધન વેળાએ કહ્યું કે ભારત સહિત મોટા ભાગના વિકાસશીલ દેશોના કૃષી ક્ષેત્ર માટે જળવાયુ પરિવર્તન સૌથી વધુ માર સહન કરી રહ્યા છે. તેનો સૌથી વધુ પ્રભાવ કૃષિ પર પડી રહ્યો છે. હાલ વાવાઝોડા અને પુરને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે. પાછળ રહી ગયેલા દેશોને વિશ્વના અન્ય દેશોની મદદની જરૂર છે. અનેક પરંપરાગત સમુદાયોને પ્રકૃતિની સાથે સદભાવ સાથે રહેવાનુ જ્ઞાાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સીઓપી-૨૬ જળવાયુ સમ્મેલનમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેન્સનની સાથે પણ મુલાકાત કરી હતી. અને આ દરમિયાન બન્ને નેતાઓએ હરિત હાઇડ્રોજન, આધુનિક ઉર્જા, સ્વચ્છ ઉધ્યોગીકરણ, આૃર્થવ્યવસૃથા અને સંરક્ષણ વગેરે પર ક્ષેત્રોમાં સહયોગ અંગે વિચારવિમર્શ કર્યા હતા.

Follow Me:

Related Posts