ગુજરાતમાં કોરોના હવે કાબુમાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે. ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. મંદિર તરફથી રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવશે. તે ઉપરાંત સરકાર તરફથી જે રીતે મંજુરી અપાશે તેવી રીતે રથયાત્રા કાઢવા મંદિર તરફથી તૈયારી દર્શાવાઈ છે. જ્યારે બીજી બાજુ મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતાં કહ્યું છે કે રથયાત્રા માટે યોગ્ય સમયે ર્નિણય લઈશું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું તે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે ર્નિણય લેવાશે. હજી પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ છે. ત્યારે પ્રજાની સાવચેતી અને સલામતી માટેની જવાબદારી બને છે. આપણે લોકડાઉન વિના જ કોરોનાને હરાવ્યો છે. સ્થિતિ હવે નિયંત્રિત થઈ રહી છે. પરંતુ રથયાત્રા કાઢવા યોગ્ય સમયે જ ર્નિણય લેવાશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રથયાત્રાને લઈ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ અમદાવાદમાં યોજાનાર રથયાત્રા અને ઓલમ્પિક વિશે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી સમય અને સંજાેગો મુજબ ર્નિણય લેવાશે. આ નિવેદન બાદ ચારેબાજુથી લોકોને રથયાત્રા નીકળશે તેવી આશ બેઠી છે.
આજે સીએમ વિજય રૂપાણીને પ્રેસ કોન્ફરન્સમાં પુછવામાં આવ્યું હતું કે, હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો આગામી સમયમાં રથયાત્રા નીકળશે કે નહીં? આ વિશે રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને વિનંતી છે કે કેસ ઘટ્યા છે એનો અર્થ એવો નથી કે કોરોના આપણા વચ્ચેથી જતો રહ્યો છે. હજુ પણ આપણે સંયમ જાળવવાની જરૂર છે. ગુજરાત એક એવુ રાજ્ય બન્યુ છે જેણે સંપૂર્ણ લોકડાઉન કર્યુ નથી. રથયાત્રા માટે આપણે જે તે સમયે સમય અને સંજાેગોવસાત ર્નિણય લેવામાં આવશે. આપણે છૂટ આપીએ એનો મતલબ એવો નથી કે નિશ્ચિત થઈને બહાર નીકળીએ. જરૂરી હોય તો જ બહાર નીકળવું. કામ વગર ક્યાંય જવુ નહિ. ત્રીજી વેવ માટે તજજ્ઞો પણ સાવચેત રહેવાનું કહી રહ્યાં છે.
તો ફીના મુદ્દે તેમણે કહ્યું કે, શિક્ષણ ફી બાબતે સરકાર દ્વારા જરૂર પડે ર્નિણય લેવામાં આવશે. શાળાના સંચાલકો દ્વારા ૭૫ ટકા ફી લીધી છે, તો કેવી રીતે તેમને ટેક્સમાં માફી આપી શકાય. જાે શાળાઓએ ફી ન લીધી હોય તો જ તેમને ટેક્સ માફી માટે વિચારી શકાય. કોરોના દરમિયાન હોટલ સંપૂર્ણ બંધ હતી. એટલે તેમને ટેક્સમાં છુટ આપી છે. હજુ શિક્ષણ સત્રની શરૂઆત થઈ છે. આ સત્ર કેવું જશે એ કહેવું મુશ્કેલ છે. સ્થિતિ કેવી રહેશે તે ખબર નથી. ભવિષ્યમાં સમય પ્રમાણે ફી બાબતે ર્નિણય કરીશું.
Recent Comments