fbpx
રાષ્ટ્રીય

સ્કૈલ્પમાં Fungal Infectionથી કંટાળી ગયા છો? તો આ ઘરેલુ નુસ્ખાથી તરત જ કરી દો છૂ

આજકાલ વધતા પ્રદુષણને કારણે સ્કૈલ્પમાં ફંગલ ઇન્ફેક્શન થવું એ સામાન્ય થઇ ગયુ છે, પરંતુ આ સમસ્યા દિવસને દિવસે ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે. આ ઇન્ફેક્શનને કારણે માથામાં નાની-નાની ફોલ્લીઓ થવી, ક્યારેક લોહી નિકળીવું કે પરું થઇ જવું, આમ આ બધા સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે. જો સમયસર તમે આની સારવાર નથી કરતા તો આ સમસ્યા ખૂબ બહોળા પ્રમાણમાં વધી જાય છે. આ માટે તમારે બને એમ વહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ અને સાથે-સાથે કેટલાક ઘરેલુ નુસ્ખાઓ પણ અપનાવવા જોઇએ જેથી કરીને વધતુ અટકી જાય. તો જાણી લો તમે પણ સ્કૈલ્પ ઇન્ફેક્શન દૂર કરવાના આ ઘરેલું નુસ્ખાઓ વિશે…

લીમડાના પાન

લીમડાના પાન અનેક બીમારીઓ સામે લડવાની તાકાત ધરાવે છે. લીમડામાં અનેક પ્રકારના ગુણો રહેલા હોય છે. લીમડાના પાનને મિક્ક્ષરમાં ક્રશ કરીને તેની પેસ્ટ બનાવો અને પછી સ્કૈલ્પ પર લગાવો. ત્યારબાદ શેમ્પૂથી હેર વોશ કરી લો. તમે ઇચ્છો તો આ પેસ્ટમાં કોઇ તેલ મિક્સ કરીને પણ લગાવી શકો છો.

સફરજનના સિરકા

સફરજનના સિરકામાં એન્ટિફંગલ ગુણ હોય છે જે ઇન્ફેક્શનને દૂર કરવા માટે સૌથી બેસ્ટ છે. તમને જણાવી દઇએ કે, સફરજનના સિરકાથી વાળ શાઇન પણ થાય છે. આ માટે 1 કપ એપ્પલ સાઇડ વિનેગરને 2 કપ પાણીમાં મિક્ષ કરીને એનાથી હેર વોશ કરી લો. જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં 2-3 વાર કરશો તો તમારા વાળમાં તમને તરત જ ફરક દેખાશે અને સાથે ઇન્ફેક્શન પણ દૂર થઇ જશે.

લસણ
2 મોટી ચમચી નારિયેળ તેલ અથવા જૈતુનના તેલમાં પીસેલું લસણ મિક્સ કરીને 1-2 મિનિટ માટે ગરમ કરો. ત્યારબાદ આ તેલને ગાળી લો અને પછી વાળમાં લગાવો અને 1-2 કલાક પછી હેર વોશ કરી લો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં 1-2 વાર કરવાની રહેશે. લસણની આ પ્રોસેસથી તમારા સ્કૈલ્પનું ઇન્ફેક્શન થોડા જ દિવસોમાં દૂર થઇ જશે.

Follow Me:

Related Posts