સ્કોર્પિયો કાર વિજળીના થાંબલા ટકરાઈને પલટી જતા ૪ના ઘટના સ્થળે મોત,૩ ઈજાગ્રસ્ત
મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના પલસાવડ બોલાઈ રોડ પર મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્પિડમાં આવી રહેલી સ્કોર્પિયો ગાડી વિજળીના થાંબલા સાથે ટકરાયને પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં જીપમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે ૩ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડીના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતાં.સ્કોર્પિયો રસ્તા પર વિજળીના થાંભલા સાથે ટકરાઈ અને ખેતરમાં જઈ પલટી ખાઈ ગઈ. ઈજાગ્રસ્ત લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી શુજાલપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે એક સામાન્ય ઈજા પહોંચી છે.
અકોડિયા પોલીસના જણાવ્યા અનુસાર સ્કોર્પિયોમાં ૭ લોકો સવાર હતા. અંબારામ પટેલ સહારનપુર, પવન કંજર પંપાપુર, બબલુ કંજર પંપાપુર, ગજેન્દ્ર ઠાકુર શુજલપુરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ ગોલુ, મીના શુજલપુર, ટીનુ જયસ્વાલ અકોડિયાને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતનું કારણ ઓવરસ્પીડિંગ હોવાનું કહેવાય છે. તસવીરો જાેઈને અનુમાન લગાવી શકાય છે કે સ્પીડ કેટલી હશે. વળાંક પર ડ્રાઈવર કાર કન્ટ્રોલ ન કરી શક્યો અને ગાડી વિજળીના થાંભલાને ટકરાઈ ગઈ. અકસ્માતનું સત્તાવાર કારણ હજુ સુધી જાણી શકાયું નથી. દુર્ઘટનાના વીડિયોમાં જાેઈ શકાય છે કે કારના ફુરચા ઉડી ગયા છે. વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે. આ ઉપરાંત વીજ થાંભલાઓ પણ પડી ગયો છે.
Recent Comments