fbpx
સૌરાષ્ટ - કચ્છ

સ્ટાફ નર્સના પતિને ૯૦ ટકા હાર્ટ બ્લોકેજ છતાં હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવા ફરજ બજાવે છે

પોરબંદરના કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ કોરોના વોરિયર્સ બની છે. તેણીના પતિને ૯૦ ટકા હાર્ટ બ્લોકેજ છે. ઘરે સેવાની જરૂર હોવાછતાં દર્દીઓની સેવા માટે હાજર થઈ ફરજ બજાવે છે. હાલ કોરોનાની મહામારી ચાલે છે. પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓથી ખાટલા ભરાઈ ગયા છે તેવા સંજાેગોમાં દર્દીઓની સારવાર માટે સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. ત્યારે આ કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ કોરોના વોરિયર્સ બની દર્દીઓની સારવાર કરે છે.

સ્ટાફ નર્સ આર. એફ. ભોજાણી અહીં ૨૦ વર્ષથી ફરજ બજાવે છે. તાજેતરમાં આ સ્ટાફ નર્સના પતિ સુલતાનભાઈ પોપટીયા જેઓ જામ રાવલ ખાતે સ્ટાફ બ્રધર્સ ની ફરજ બજાવતા હતા તેઓને હૃદયની તકલીફ થતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ચેક કરાવતા તેઓને ૯૦ ટકા હાર્ટ બ્લોકેજ આવ્યું હતું અને ઓપરેશન કરાવ્યું છે. હાલ સુલતાનભાઈ તબિયતના કારણે ઘરે આરામ પર છે અને તેના પત્ની આર. એફ. ભોજાણી પતિની સેવા કરતા હતા.

પરંતુ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ વધતા આ સ્ટાફ નર્સને ફરજ પર હાજર થવાનું કહેતા અને કોવિડ સ્થિતિ અંગે જાણ કરતા તેઓ તુરંત કોવિડ હોસ્પિટલે હાજર થઈ ગયા હતા અને દર્દીઓની સારવારમા વ્યસ્ત બન્યા છે. આમ આ સ્ટાફ નર્સના પતિ બીમાર હોવા છતાં દર્દીની સારવાર માટે હાજર થઈ કોરોના વોરિયર્સ બની છે.

Follow Me:

Related Posts