fbpx
ગુજરાત

સ્ટારબક્સના મેનેજમેન્ટે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિંહનને કંપનીના CEO નિયુક્ત કરવાની જાહેરાત કરી

સ્ટારબક્સના મેનેજમેન્ટે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિંહનને કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે ઝ્રઈર્ં નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. નરસિંહન એક ઓક્ટોબરથી સ્ટારબક્સ સાથે જાેડાઈ જશે અને આગામી વર્ષે કંપનીના હાલના સીઈઓ હોવર્ડ શુલ્ત્સની જગ્યા લેશે. સ્ટારબક્સના સીઈઓ નિયુક્ત થવાની જાહેરાત પછી નરસિંહન પણ સુંદર પિચાઈ અને પરાગ અગ્રવાલની ક્લબમાં જાેડાઈ ગયા છે. જેમના હાથમાં વિદેશી કંપનીઓની કમાન છે. સુંદર પિચાઈ ગુગલ અને પરાગ અગ્રવાલ ટિ્‌વટરના સીઈઓ છે. ૧ ઓક્ટોબરથી અમેરિકન કંપની સ્ટારબક્સમાં સામેલ થનારા લક્ષ્મણ નરસિંહનની મદદ માટે હોવર્ડ શુલ્ત્સ એપ્રિલ ૨૦૨૩ સુધી અંતરિમ પ્રમુખ તરીકે જળવાઈ રહેશે. ૫૫ વર્ષીય નરસિંહને બ્રિટન સ્થિત રેકિટ બેંકિઝર ગ્રૂપ પીએલસી, લિસોલ અને એનફેમિલ બેબી ફોર્મ્યૂલાના સીઈઓ તરીકે કામ કર્યુ છે.

ધ વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા પ્રમાણે સ્ટારબક્સના ચેરમેન મેલોડી હોબ્સને કહ્યું કે કંપનીને પોતાના આગામી સીઈઓ બનાવવા માટે એક અસાધારણ વ્યક્તિ મળ્યો છે. કેમ કે નરસિંહન એક ટેસ્ટેડ લીડર છે. હોબ્સને કહ્યું કે અમે નવા સીઈઓની સહાયતા માટે શુલ્ત્સને એપ્રિલ ૨૦૨૩ સુધી અંતરિમ સીઈઓના રૂપમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. નરસિંહન એક એપ્રિલે સીઈઓનું પદ સંભાળશે. ૧૯૯૩થી ૨૦૧૨ સુધી નરસિંહને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સ્ષ્ઠદ્ભૈહજીઅમાં કામ કર્યુ છે. ૨૦૧૨માં તેમણે પેપ્સિકો જાેઈન કર્યુ હતું. જ્યાં તે ચીફ કમર્શિયલ ઓફિસર હતા. ૨૦૧૯માં તે રેકિટ બેંકિઝર ગ્રૂપ પીએલસીના સીઈઓ બન્યા હતા. નરસિંહને સાર્વજનિક ક્ષેત્રમાં વિશેષ રીતે સ્કિલ બિલ્ડિંગ અને શિક્ષણના ક્ષેત્રમાં પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યુ છે. તે અમેરિકન નોન-પ્રોફિટ ફોરેન પોલિસી એસોસિયેશન અને બ્રુકિંગ્સ ઈન્સ્ટીટ્યૂશનના એક થિંક ટેન્કના ફેલો છે. બ્રાન્ડ અને કન્ઝ્‌યુમર બેસ્ડ સ્ટ્રેટેજી ડેવલપ કરવા અને ડિજિટલ ઈનોવેશનમાં તેમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. નરસિંહને પુણે યુનિવર્સિટીની કોલેજ ઓફ એન્જિનિયરિંગથી અભ્યાસ કર્યો છે.

એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી તે યૂનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની વ્હાર્ટન બિઝનેસ સ્કૂલ ગયા હતા. અહીંયાથી તેમણે એનબીએની ડિગ્રી મેળવી. પુણેમાં જન્મેલા નરસિંહને જર્મનીમાં માસ્ટર્સનો અભ્ચાસ કર્યો છે. લક્ષ્મણ નરસિંહનના સ્ટારબક્સના સીઈઓ બનવા પર દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટિ્‌વટ કરીને ભારતીય ટેલેન્ટના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં જે પાણીનું એક ટીપું હતું તે હવે સુનામીમાં ફેરવાઈ ગયું છે. દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓમાં ભારતીય મૂળના સીઈઓની નિયુક્તિ હવે એક જરૂરિયાત બની ગઈ છે. ઈન્ટરનેશનલ બોર્ડ રૂમમાં તેમને લીડરશીપ સોંપવી લગભગ સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે.

Follow Me:

Related Posts