fbpx
અમરેલી

સ્ટાર ફુટબોલર ડેવિડ બેકહમ  ચિખલકૂબા પ્રકૃતિ શિક્ષણ શિબિર ની મુલાકાતે

કાવ્ય ગોંડલીયા અમરેલીની ડો. કલામ ઈનોવેટીવ સ્કુલ ના વિદ્યાર્થી જેણે બનાવ્યું છે કંઈક નવું. ચીખલકુબા પ્રકૃતિ શિક્ષણ શિબિર ખાતે પ્રકૃતિ શિક્ષણ થી પ્રેરિત થઈને આ વિદ્યાર્થીએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ માટે એક અદ્ભૂત ડિઝાઇન બનાવી છે.  આ ડિઝાઇનને ડો. સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર દ્વારા આયોજિત ઇનોવેશન ચેલેન્જ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યું છે. કાવ્ય પોતાની આગવી નિરિક્ષણ શક્તિ અને સર્જન શક્તિની મદદથી અનેક વર્ક મોડેલ્સ બનાવી ચૂક્યો છે. ચીખલકુબા ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિર દરમિયાન વન અધિકારી શૈલેષ ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓને વન્યજીવ રેસ્ક્યુ અને તેમાં પડતી અડચણો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.  કાવ્ય સામે એક પ્રશ્ન આવ્યો જેનો ઉકેલ તેણે પોતાની ઢબે શોધવાનું નકકી કરી એક એવી ડિઝાઈન તૈયાર કરી કે જે કૂવા કે અન્ય ઉંડાણ વાળા જોખમી સ્થળોએ ફસાયેલા વન્યજીવોને બચાવવા માટે લિફ્ટની માફક કામ કરી પાંજરામાં પરિવર્તિત થઈને  વન્યજીવોને વધૂ સલામતી સાથે રેસ્ક્યુ કરી શકશે.

 આ ફોટોમાં કાવ્ય ગત તારીખ 13 નવેમ્બર, 2023નાં રોજ VSCIC of the Gujarat University Start Up and Entrepreneurship Council (GUSEC) ખાતે UNICEFનાં ગુડવીલ એમ્બેસેડર અને સ્ટાર ફૂટબોલર ડેવિડ બેકહમ આ ડિઝાઇનથી માહિતગાર કરી રહ્યો છે. આ ડિઝાઇન આ લેવલે પહોંચી એમાં કાવ્ય ની મહેનત સાથે સાથે પ્રકૃતિ શિક્ષણનો ખૂબ મોટો રોલ રહ્યો છે.  ચીખલકુબા ખાતે જે બીજ રોપાયુ તેનો આ માત્ર એક ઉદાહરણ છે. ઉત્તમ પ્રકૃતિ શિક્ષણ દ્વારા નવી પેઢી પ્રકૃતિ પ્રત્યે જાગૃત થશે અને પોતાના કૌશલ્ય થકી પ્રકૃતિ સમક્ષ ઊભા થતા પ્રશ્નોના આવા જ રચનાત્મક ઉકેલ લાવશે. પ્રકૃતિ શિક્ષણનું મહત્વ આપણે સમયે સમયે ઘણા ઉદાહરણો થી જોતા આવ્યા છીએ. પ્રકૃતિ શિક્ષણ ક્ષેત્રે વન વિભાગ ગીર પૂર્વ અંતર્ગત ચીખલકુબા કેમ્પ સાઈટ સતત કાર્યરત છે. અને ભવિષ્યમાં પણ ત્યાંથી પ્રેરિત થઈને અનેક પ્રતિભાઓ પોતાના કૌશલ્ય થકી પ્રકૃતિ સંરક્ષણ ક્ષેત્રે નવા સીમાચિહ્નો રચશે એવી આશા છે.

Follow Me:

Related Posts