fbpx
રાષ્ટ્રીય

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તાજ હોટલ બનશે

વિશ્વ પ્રવાસન ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયા ખાતે તાજ હોટલ્સ દ્વારા હોટેલ નિર્માણના સ્ર્ંેં પણ આ સોમવારે કરવામાં આવ્યા છે. આ હોટેલ પ્રોજેક્ટ વનબંધુ વિસ્તારના આદિજાતિ યુવાઓ માટે મોટા પાયે રોજગાર અવસર સર્જન કરશે. એટલું જ નહીં, સ્થાનિક સ્તરે સ્વરોજગારી પણ વિવિધ ગૃહ-હસ્તકલા ઉદ્યોગથી મળશે.

૨૭મી ડિસેમ્બરે સંપન્ન થયેલી પ્રિ-વાયબ્રન્ટ સ્ર્ંેંની પાંચમી કડીમાં આ ઉપરાંત ૭૦ મેગાવોટના હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, જંતુનાશક ફોર્મ્યુલેશન પ્લાન્ટ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ તેમજ રડારની સાધન-સમગ્રી, ડિફેન્સના થર્મલ કેમેરા તેમજ ડિફેન્સની એસસરીઝ ઉત્પાદન સહિતના વિવિધ સૂચિત પ્રોજેકટ્‌સ માટે સ્ર્ંેં થયા હતા. નોંધનીય છે કે, પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે સ્ર્ંેંની દર સપ્તાહના પ્રથમ દિવસે યોજાતી શૃંખલામાં અત્યાર સુધી ચાર કડીમાં ૮૦ સ્ર્ંેં થયા છે. આ સોમવારે યોજાયેલી પાંચમી કડીમાં વધુ ૧૬ સ્ર્ંેં મળી કુલ ૯૬ જેટલા સ્ર્ંેં પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે સંપન્ન થઇ ગયા છે.વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી-૨૦૨૨માં ૧૦મી એડીશન યોજાવા જઇ રહી છે. ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાઈબ્રન્ટ સમિટની ૧૦મી એડીશનની શરૂઆત પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સોમવારે ગુજરાત સરકારે વિવિધ ક્ષેત્રે સુચિત રોકાણો માટેના વધુ ૧૬ સ્ર્ંેં જુદા જુદા ઉદ્યોગ ગૃહો, સંસ્થાઓ સાથે કર્યા છે.

ે પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટની પાંચમી કડીમાં ૧૬ સ્ર્ંેં સંપન્ન થયા હતા. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ સ્ર્ંેં સંબંધિત સૂચિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. આ સૂચિત રોકાણો માટેના જે સ્ર્ંેં થયા છે, તેમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, વેસ્ટ-ટુ ઓઇલ પ્લાન્ટ ઉપરાંત પર્યાવરણ જાળવણીના નવતર અભિગમ સાથે વાયુ પ્રદૂષણ નિયંત્રિત કરવા અને વાયરસ, બેકટેરિયાના નિષ્ક્રિયકરણ માટે પેટન્ટેડ ઉપરકરણોના ઇન્સ્ટોલેશનના સ્ર્ંેં મુખ્યત્વે રહ્યા છે.

Follow Me:

Related Posts