fbpx
ગુજરાત

સ્ટેડિયમ નામકરણ અમિત ચાવડાએ કહ્યું- આ સરદાર સાહેબનું નહીં પણ ગુજરાતનું અપમાન

મોટેરા સ્થિત ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમનું નામ બદલીને ભારતના પ્રધાનમંત્રી મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવેથી આ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્‌વીટ કર્યું છે. તેમણે ટિ્‌વટ કર્યું છે કે, કોંગ્રેસના સમયમાં અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર સાહેબના નામ સાથે જાેડાયું હતું.

જેને હવે બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ કરવાની ચેષ્ટા ગુજરાત સહન નહીં કરે. આ સરદાર સાહેબનું અપમાન જ નહીં, ગુજરાતનું પણ અપમાન છે. સત્તાના અહંકારમાં ભાજપવાળા ઇતિહાસ ભુલાવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts