ગુજરાત

સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા થરાદમાં માર્કેટયાર્ડમાં ટ્રક સીધો દુકાનમાં ઘૂસી ગયો

બનાસકાંઠામાં એક અકસ્માતના સીસીટીની ફુટેજ સામે આવ્યા છે. બનાસકાંઠાના થરાદમાં માર્કેટયાર્ડ પાસે એક ટ્રક સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી. પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રકના અકસ્માતની ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ છે. આ અકસ્માત બાદ આસ પાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. જાે કે સમગ્ર ઘટનામાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી નથી.

Follow Me:

Related Posts