સ્ટોર્મી ડેનિયલ્સ ના લીધે અમેરીકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વધી શકે છે મુશ્કેલીઓ..??

ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, એક પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ૨૦૧૬ની યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા તેનું મોં બંધ રાખવા માટે મોટી રકમ ચૂકવવા બદલ ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા છે. આ ગુરુવારે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. સ્ટોર્મી ડેનિયલ્સે દાવો કર્યો હતો કે તેનું ૨૦૦૬ અને ૨૦૦૭માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અફેર હતું અને તેને સેક્સ્યુઅલ રિલેશનશિપ અંગે ચૂપ રહેવા માટે ઘણા પૈસા ચૂકવવામાં આવ્યા હતા. અને આ માટે કરાર કરવામાં આવ્યો હતો. પોર્ન સ્ટાર સ્ટોર્મીએ આરોપ લગાવ્યો છે કે નેવાડામાં સેલિબ્રિટી ગોલ્ફ ટૂર્નામેન્ટ દરમિયાન ટ્રમ્પે તેને હોટલના રૂમમાં બોલાવી હતી. ટ્રમ્પે સ્ટોર્મીને ટીવી સ્ટાર બનાવવાનું વચન આપ્યું હતું. સ્ટોર્મીના મતે ટ્રમ્પ અને તેમની વચ્ચે જાતીય સંબંધો હતા.
ટ્રમ્પે તેને સૌથી સુંદર કહી હોવાનો દાવો તેણે પોતાના પુસ્તક ‘ફુલ ડિસ્ક્લોઝર’માં કર્યો છે. જાે કે ટ્રમ્પ સ્ટૉર્મી સાથે શારીરિક સંબંધ હોવાની વાતને નકારી રહ્યાં છે. સ્ટોર્મી ડેનિયલ્સને એક પુત્રી છે જેણે ગયા વર્ષે ચોથી વખત વયસ્ક ફિલ્મ અભિનેતા બેરેટ બ્લેડ સાથે લગ્ન કર્યા હતા. ‘ધ ગાર્ડિયન’માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, સ્ટોર્મી લુઇસિયાનામાં મોટી થઈ હતી અને પોતાના માટે પૈસા કમાવવા માટે તેણે હાઈસ્કૂલ દરમિયાન સ્ટ્રીપ ક્લબમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. સ્ટોર્મીને તેના માતાપિતાના છૂટાછેડા પછી તેની માતા દ્વારા ઉછેરવામાં આવી હતી.
સ્ટોર્મી ડેનિયલ્સે તેના ૨૦૧૮ના સંસ્મરણોમાં લખ્યું છે કે તેના પરિવારે તેની શરૂઆતથી જ અવગણના કરી હતી. ‘અલ-જઝીરા’ના અહેવાલ અનુસાર, નવ વર્ષની ઉંમરે એક વૃદ્ધ દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૯માં, સ્ટોર્મી ડેનિયલ્સે લુઇસિયાનાથી ૨૦૧૦ની યુએસ સેનેટની ચૂંટણીમાં લડવાનું મન બનાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલે કબૂલ્યું છે કે ૨૦૧૬ની યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલાં તેણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના ૨૦૦૬ના જાતીય સંબંધોને ઢાંકવા માટે સ્ટોર્મી ડેનિયલ્સને લાખો રૂપિયા ચૂકવવાની વ્યવસ્થા કરી હતી.
સ્ટોર્મી ડેનિયલ્સ અમેરિકન પોર્ન સ્ટાર, સ્ટ્રિપર, લેખક અને દિગ્દર્શક છે. તેણે અનેક ઈનામો જીત્યા છે. ડેનિયલ્સ નાઈટમોવ્સ, છફદ્ગ અને ઠઇર્ઝ્રં હોલ્સ ઓફ ફેમના સભ્ય છે. સ્ટોર્મીએ ૧૯૯૭માં બેટન રૂજની સ્કોટલેન્ડવિલે મેગ્નેટ હાઈસ્કૂલમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ભવિષ્યમાં પત્રકાર બનવાનું નક્કી કર્યું હતું. ડેનિયલ્સે કહ્યું કે તે સરેરાશ, ઓછી આવકવાળા ઘરમાંથી આવી છે. તે વીજળી વગરના ઘરમાં રહેતી હતી. સ્ટ્રિપર તરીકે ડેનિયલ્સનો પહેલો અનુભવ જ્યારે તે ૧૭ વર્ષની હતી. પછી તેણીએ તેના ખર્ચને પહોંચી વળવા સ્ટ્રીપ ક્લબમાં કામ શરૂ કર્યું હતું.
Recent Comments