fbpx
રાષ્ટ્રીય

સ્ટ્રોબેરી અને બ્લૂબેરી સમોસાના વાઈરલ વીડીયોથી ભડકી લોકો, કહ્યું- હવે હદ થઈ ગઈ

સ્ટ્રીટ ફૂડના શોખીનોની એક અલગ દુનિયા છે. ઘણીવાર રસપ્રદ રીતે ફૂડ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ક્યારેક લોકોને તે પસંદ આવે છે તો ક્યારેક લોકો નારાજ પણ થાય છે. આ કડીમાં માર્કેટમાં એક નવી ડિશ આવી ગઈ છે જેને દિલ્હીના એક સ્ટ્રીટ ફૂડ વિક્રેતાએ રજૂ કરી છે. તેનો સ્વાદ તો ખાનારા લોકો જણાવી શકશે પરંતુ તેનો કલર રંગબેરંગી છે. આ સમોસુ છે જે સ્ટ્રોબેરી અને બ્લૂબેરી ફ્લેવરમાં બનાવવામાં આવ્યું છે. હકીકતમાં તેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. બર્નિંગ સ્પાઇસેસ નામના એક ફૂડ બ્લોગરે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેને શેર કર્યો છે. જેમાં ગુલાબી અને બ્લૂ કલરનું સમોસુ જાેવા મળી રહ્યું છે. તેને કેપ્શન આપવામાં આવ્યું છે કે તમે ઘણા પ્રકારના સમોસા ખાધા હશે પરંતુ આ અલગ સમોસુ છે. પરંતુ આ સ્ટ્રોબેરી સમોસુ અને બ્લૂબેરી સમોસુ એક મીઠાઈનું કામ કરે છે.

જાેવા મળી રહ્યું છે કે સમોસા હબ નામની આ દુકાનની અંદર બંને પ્રકારના સમોસા મળી રહ્યાં છે. દિલ્હીનું આ ફૂડ આઉટલેટ સ્ટ્રોબેરી અને બ્લૂબેરી સમોસુ આપી રહ્યું છે. ગુલાબી કલરમાં જાેવા મળતા સમોસાને સ્ટ્રોબેરી સમોસુ કહેવામાં આવી રહ્યું છે, જે જામ અને સ્ટ્રોબેરી ફિલિંગથી ભરેલું છે. આ સાથે બ્લૂબેરી સમોસાના નામથી ઓળખાતું સમોસુ બ્લૂ કલરનું છે, તેમાં બ્લૂબેરી જામ છે.  આ વીડિયો વાયરલ થયો તો લોકો તેના પર ભડકી ગયા છે. તેને વિચિત્ર કોમ્બિનેશન ગણાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે હવે હદ થઈ ગઈ છે. પરંતુ આ નવી ડિશ લોકોને સ્વાદમાં કેટલી સંતુષ્ટ કરી શકે છે તે જાેવાનું રહેશે. પરંતુ તેની તસવીરો જાેઈ લોકો ખુશ થયા નથી. 

Follow Me:

Related Posts