બોલિવૂડ

‘સ્ત્રી ૨’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો : ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું

રાજકુમાર રાવ અને શ્રધ્ધા કપૂર સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી ટુ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. મંગળવારે ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલાં પ્રથમ પાર્ટને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો અને સિનેપ્રેમીઓ બીજા પાર્ટની રાહ જાેઈ રહ્યા હતા. શ્રધ્ધા અને રાજકુમારે મંગળવારે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનો ફર્સ્ટ લુક વિડીયો શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું- “ઓ સ્ત્રી રક્ષા કરના. સર કટે કા આતંક.” સાથે સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ ચાલી રહ્યું છે. આ વિડિયો નીચે શ્રધ્ધાએ કેપ્શનમાં લખ્યું છે, “એક બાર ફિર ચંદેરીમાં ફૈલા આતંક. સ્ત્રી ૨ ફિલ્મિંગ બિગેઇન્સ. આ રહી હૈ વો ઓગસ્ટ ૨૦૨૪.” શ્રધ્ધાની આ પોસ્ટ પર ફેન્સની રસપ્રદ કોમેન્ટ આવી છે. એક યુઝરે લખ્યું, “ઓ સ્ત્રી ૨૦૨૩મેં હી આના.” એક અન્ય યુઝરે લખ્યું, “ઓ શ્રધ્ધા જલ્દી આના, સ્ત્રી ૨ લેકર. તો એક યુઝરે લખ્યું, ઓ સ્ત્રી, આજ હી આ જાઓ.” સ્ત્રી૨ને જિયો સ્ટુડિઓઝ અને મેડ્ડોક ફિલ્મસના દિનેશ વિઝન પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન અમર કૌશિક કરી રહ્યા છે, જેમણે પ્રથમ પાર્ટનું ડિરેક્શન પણ કર્યું હતું. થોડાં દિવસ પહેલાં પણ રાજકુમાર રાવે ઇન્સ્ટાગ્રામ પર શ્રધ્ધા સાથે એક તસવીર શેર કરી હતી, જેમાં બંનેએ પોતાનાં હોઠ પર આંગળી રાખી હતી અને કેપ્શનમાં લખ્યું હતું, “ક્યા હોગા જબ ફિર સે મિલેંગે સ્ત્રી ઔર પુરુષ.” સ્ત્રી ૨ની થીમ પ્રથમ પાર્ટ કરતાં અલગ હોય તેમ લાગે છે. સ્ત્રી ૨માં ઓ સ્ત્રી કલ આના નહીં પણ ઓ સ્ત્રી, રક્ષા કરના છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં આવેલી સ્ત્રીમાં દિવાલ પર ઓ સ્ત્રી કલ આના લખેલું બતાવવામાં આવ્યું હતું. ‘સ્ત્રી ટુ’નો ફર્સ્ટ લુક સોશિયલ મિડીયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીની પણ મહત્વની ભૂમિકા છે.

Follow Me:

Related Posts