fbpx
અમરેલી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને કેન્દ્ર સરકારનાં મંત્રી રૂપાલાજીએ લાઠી , બાબરા અને લીલીયા તાલુકાઓમાં જાહેર સભાઓ સંબોધી

જાહેરસભામાં ઉપસ્થિત ગ્રામ જનોને કમળનાં ઉમેદવારોને બહુ જંગી મતોથી જીતાડવા આહવાન કરેલ હાલ રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આગામી તા . ૨૮ ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે . ચુંટણી પ્રચાર શરૂ થઈ જવા પામ્યો છે ત્યારે તા .૨૫ ના રોજ ભારત સરકારનાં કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પરષોતમભાઈ રૂપાલા લાઠી , બાબરા અને લીલીયા તાલુકામાં જાહેર સભાને સંબોધી હતી . માન.મંત્રી પરષોતમભાઈ રૂપાલા લાઠી તાલુકાની મતીરાળા જિલ્લા પંચાયત સીટનાં ભરતભાઈ સુતરીયા , તેમજ તેમા સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટના ઉમેદવારો જયોત્સનાબેન એવીયા , દયાબેન ખુંટ , જયાબેન પરમાર , સોનલબેન કાકડીયા , રેખાબેન કાકડીયા , સુનીતાબેન પરમાર , ચિરાગભાઈ પરમાર , બાબરા તાલુકાની મોટા દેવળીયા જિલ્લા પંચાયત સીટનાં ઉમેદવાર હિમંતભાઈ દેત્રોજા , તેમજ તેમાં સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટનાં ઉમેદવારો મહેશભાઈ જાવીયા , રાજેશ્રીબેન વાળા , શારદાબેન અસલાલીયા , મનસુખભાઈ કોલડીયા , વિલાસબેન રામાણી , હીરાબેન ખુમાણનાં સમર્થનમાં સભામાં ઉપસ્થિત ગ્રામ જનોને ભાજપનાં ઉમેદવારને બહુ જંગી મતોથી વિજય બનાવવા અપીલ કરી હતી . તેમ જિલ્લા ભાજપની અખબાર યાદીમાં જણાવાયું છે .

Follow Me:

Related Posts