જ્ઞાતિ અગ્રણીઓએ ઉપસ્થિત રહી રાજકિય અને સામાજિક ક્ષેત્રે ઉતરોત્તર પ્રગતિના સોપાન સર કરે એવી શુભેચ્છાઓ પાઠવેલ.
સાવરકુંડલા, હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમા જંવલત સફળતા પ્રાપ્ત કરી વિજય બનનાર રાજગોર બ્રાહ્મણ સમાજ ના તમામ ઉમેદવારો નુ રાજગોર બ્રાહ્મણ સેવા સંઘ સૌરાષ્ટ્ર દ્વારા કોરોના કાળ હોવાને લીધે ધરે આવી સન્માનિત કરવામાં આવેલ. જેમા સાવરકુંડલા નગરપાલિકાની ચુંટણીમા વોર્ડ નં. ૬ માં સૌથી વધુ મતની લીડથી ભાજપના ધર્મેન્દ્રભાઈ પરમાણંદભાઈ મહેતા સતત ત્રીજી વખત વિજેતા બનતા સમાજના અગ્રણીઓ દ્વારા બહુમાન કરવામાં આવેલ. આ તકે આ પ્રસંગે રાજગોર બ્રાહ્મણ સમાજ સંધ સૌરાષ્ટ્ર વતી પૂર્વ પ્રમુખ ભીખુભાઈ જોષી જુનાગઢ , દિવ્યકાન્તભાઈ જોષી, જંયતિભાઈ જોષી, ત્રિભોવનભાઈ તૈરૈયા, રતિભાઈ જોષી, પ્રો.કે.કે.જાની,ભોળાભાઈ બોરીસાગર, પ્રો.શૈલેષભાઈ રવિયા, નવનીતભાઈ બોરીસાગર, મનસુખભાઈ બોરીસાગર, ભીખુભાઈ રવિયા, વિનુભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તથા આ તકે રાજગોર બ્રાહ્મણ સમાજ સંધ સૌરાષ્ટ્ર ના પ્રમુખ શ્રી રસિકભાઈ જોષીએ ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી ઉતરોત્તર પ્રગતિના સોપાન સર કરે એવી શુભેચ્છાઓ પાઠવેલ
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સાવરકુંડલા નગરપાલિકા માં ભાજપના ધર્મેન્દ્રભાઇ મહેતા સતત ત્રીજી વખત વિજેતા બનતા રાજગોર બ્રાહ્મણ સમાજ સંધ – સૌરાષ્ટ્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું

Recent Comments