જે તે વિસ્તારના ગુજરાત સોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ્સ (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે. કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. જે કોઇ માલિક જાેગવાઇ વિરુધ્ધનું વર્તન કરશે તે દંડ અને શિક્ષાને પાત્ર રહેશે એમ રાજ્યના શ્રમ આયુક્તની યાદીમાં જણાવાયું છે.રાજ્યની ગાંધીનગર મહાનગરપાલિકા, થરાડ અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ભાણવડ નગરપાલિકાની મધ્યસત્રની ચૂંટણી અને અન્ય સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ માટે તા.૦૩/૧૦/૨૦૨૧ના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શ્રમયોગીઓ મતદાન માટે રજા આપવી પડશે

Recent Comments