fbpx
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મતગણતરી માટેની ચૂંટણી પંચે બહાર પાડી એસોપી

કોરોના મહામારી વચ્ચે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ મતગણતરી હોલમાં ૭થી વધુ ટેબલ ગોઠવી શકાશે નહીં. તમામ સ્ટાફે માસ્ક ફરજીયાત પહેરવું પડશે. સાથે જ હોલને સેનિટાઈઝ કરવો પડશે. થર્મલ ગન રાખવી પડશે. તેમજ યોગ્ય પબ્લિક એડ્રેસ સિસ્ટમ ગોઠવવાની પણ સૂચના અપાઈ છે. જાે મતગણતરી એજન્ટ કોરોના પોઝિટિવ જણાય તો અન્યની નિમણૂંક કરી શકાશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારે હોલનુ આયોજન કરવું પડશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માટે ચુંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. કોરોના સંક્રમણના પગલે માર્ગદર્શિકાનું ફરજિયાતપણે પાલન કરવા જણાવાયું છે. જેમાં મત ગણતરી હોલમા સાત કરતા વધુ ટેબલ ગોઠવી શકાશે નહીં, જેના કારણે વધારે લોકો ભેગા નહીં થઈ શકે. મતગણતરીમાં રોકાયેલ તમામ સ્ટાફે પોતાના માઢે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. મતગણતરી પહેલા હોલને સેનેટાઈઝ કરવો પડશે, એટલું જ નહીં, થર્મલ ઘનની વ્યવસ્થા રાખવા પણ સુચના અપાઈ છે. મત ગણતરી એજન્ટ કોરોના પોઝિટીવ જણાય તો અન્ય એજન્ટ નિમી શકવાની ઓથોરિટી આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારે હોલનુ આયોજન કરવુ પડશે. મત ગણતરી સ્થળ પર યોગ્ય પબ્લિક એડ્રેસ સિસ્ટમ ગોઠવવા પણ સુચના અપાઈ છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગાઈડલાઈન

કોરોના મહામારીને લઈને ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અલાયદી ગાઈડલાઈન જાહેર કરી છે અને તેને અનુરૃપ વ્યવસ્થાના આદેશો પણ કરાયા છે. કોરોના મહામારીની વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે, રાજ્યમાં તેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગાઈડલાઈનમાં કે શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન પ્રચાર કરવા સૂચન અપાયું છે. આ સિવાય અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા છે, જેના કારણે કોરોના સંક્રમિત ઉમેદવારોએ ઓનલાઈન પ્રચાર કરવો પડશે.

રાજ્યમાં મેળાવડા માટે જિલ્લાના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કોવિડ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનું દરેક પાર્ટીએ કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. રાજ્યમાં હાલ કોવિડનું સંક્રમણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ અચાનક તેમાં કોઈ વધારો ન આવે તેના માટે સરકાર કોઈ છૂટછાટ લેવા તૈયાર નથી. કોવિડ સંક્રમણ રોકવા અને નિયમોના પાલન માટે રાજ્ય કક્ષાએથી લઈ નગરપાલિકાઓ અને તાલુકા કક્ષાએ નોડલ ઓફિસરની નિમણૂક કરવાના ર્નિણય કરવામાં આવ્યો છે. આ સિવાય કોઈ પણ ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે.

Follow Me:

Related Posts