સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોરોના વકરવાની તબીબોને ભીતિ હવે ફરીથી ચૂંટણીમાં લોકો બિંદાસ્ત બન્યા છે પરંતુ કોરોના ફરીથી વકરશેઃ ડૉ.મોના દેસાઈ
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે કોરોનાના કેસોમાં ફરી વધારો થવાની ભીતિ તબીબોએ વ્યક્ત કરી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઇએ જણાવ્યું કે કોરોના જતો રહ્યો છે તેમ માનવું એ મોટી ભૂલ છે. ખૂબ મહેનત કર્યા બાદ કોરોના કંટ્રોલમાં આવ્યો છે. દિવાળીમાં લોકો બેફામપણે બહાર નીકળતા દિવાળી બાદ કોરોના વધુ ફેલાયો હતો.
ત્યારે હવે ચૂંટણીમાં ઉમેદવારો તેમજ નેતાઓ ગાઇડલાઇનનો ભંગ કરી મોટા પાયે ભીડ એકત્ર કરશે તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે તેમ ડૉ. મોના દેસાઇએ જણાવ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જાેકે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઇએ જણાવ્યું કે કોરોના જતો રહ્યો છે તેમ માનવું એ મોટી ભૂલ છે. ખૂબ મહેનત કર્યા બાદ કોરોના કંટ્રોલમાં આવ્યો છે.
દિવાળીમાં લોકો બેફામપણે બહાર નીકળતા દિવાળી બાદ કોરોના વધુ ફેલાયો હતો..અને હવે લોકો ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલતા જઈ રહ્યા છે..ત્યારે કોરોના જતો રહ્યો તેમ માનવુ મોટી ભુલ હોવાનું મોના દેસાઈએ કહ્યું હતુ.
Recent Comments