સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં ભાજપનાં શ્રીગણેશ : વેકરીયા બાબરા તાલુકાની કરીયાણા જિલ્લા પંચાયત સીટમાં ખંભાળા તાલુકા પંચાયત સીટ તેમજ કરીયાણા તાલુકા પંચાયત સીટ ચુંટણી પહેલા જ બીન હરીફ
ભાજપની રાજય અને કેન્દ્ર સરકાર દ્રારા અને રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓનાં માર્ગદર્શન નીચે કાર્યકરી રહેલ પાર્ટીનાં કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા સ્થાનિક સ્વરાજય ની ચુંટણીમાં સૌ કોઈ આ મહાપર્વમાં કામે લાગી ગયેલ છે ત્યારે કરીયાણા જિલ્લા પંચાયત સીટ નીચે આવતી બે તાલુકા પંચાયત સીટ ખંભાળા તેમજ કરીયાણા સીટમાં વિરોધ પક્ષોને ત્યાં ઉમેદવારો પણ મળ્યા નથી અને ચુંટણી પહેલા પોતાની હાર સ્વીકારી લીધેલ હોય તેવી પરીસ્થિતીનું નિર્માણ થયેલ છે . ત્યારે કરીયાણા જિલ્લા પંચાયત સીટમાં આવતી કરીયાણા તાલુકા પંચાયત સીટનાં ઉમેદવાર શ્રી સંગીતાબેન મુકેશભાઈ બોરસાણીયા અને ખંભાળા તાલુકા પંચાયત સીટનાં ઉમેદવાર શ્રી વિનુતબેન લાલજીભાઈ જાદવ બીનહરીફ થયેલ છે . આ બંને ઉમેદવારને જિલ્લા ભાજપ પરીવાર વતી તેમજ તાલુકા ભાજપ વતી અભિનંદન પાઠવેલ છે .
Recent Comments