સ્નેહમિલન બન્યું સેવા સાથે સમજણ નું મિલન.. સુરત ખાતે બગસરા તાલુકાના સમઢીયાળા ગામ દ્રારા આયોજીત સ્નેહમિલન યોજાયો હતો
સુરત ખાતે બગસરા તાલુકા ના સમઢીયાળા ગામ નું સ્નેહમિલન બન્યું સેવા સાથે સમજણ નું મિલન.. સુરત ના વરાછા યોગી ચોક ખાતે બગસરા તાલુકાના સમઢીયાળા ગામ દ્રારા આયોજીત સ્નેહમિલન બધા જ સ્નેહ મિલન થી કંઈ અલગ રીતે જ યોજાયો હતો. સમસ્ત સમઢીયાળા ગામ સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત ગામના લોકો દ્વારા સમાજ માં જાગૃતિ લાવવા આરોગ્ય તેમજ ફેશન તેમજ વ્યસન ને મુખ્ય કક્ષા એ રાખ્યું હતુ.આરોગ્ય ની બાબતે સવઁરોગ નિદાન કેમ્પ માં ગંભીર બીમારીઓ ગણી શકાય તેવી કેન્સર , હદય રોગ , આંખ રોગ , દાંત રોગ, સ્ત્રી રોગ , ચામડી અને વાળ ને લગતા સવાલો ના નિરાકરણ અને રક્ત દાન નું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. સ્નેહમિલનના મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા તરીકે સમાજ ગૌરવ એવા રિચ થીંકર ડો.અંકીતાબેન મૂલાણી એ સવિશેષ હાજરી આપી હતી.આમંત્રિત મહેમાનો માં મહેશભાઈ ભુવાએ આરોગ્યની સમજણ સાથે સરકારશ્રી તરફથી મળતી સહાય બાબત ની વાત કરી સૌને સવિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પધારેલા મહેમાનો ના હસ્તે ચમકતા તારલા જેવા વિદ્યાર્થી ઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા. સ્ટેજ સંચાલન પિયુષભાઈ ડોબરીયા અને વિશાલ બાવસીયા કર્યું હતુ. પર્યાવરણ બચાવવાની ઉમદા પહેલ સાથે પધારેલા તમામ મહેમાનો નું તુલસીના છોડ આપીને સ્વાગત કર્યું હતુ. વ્યસન અને ફેશન ના ખોટા ખર્ચ માંથી ઉજાગર કરવા એક નવી પહેલ સાથે સમસ્ત સમઢીયાળા ગામજનો એ સંકલ્પ લીધો હતો ખરેખર જો સ્નેહમિલન આ રીતે આયોજિત થઈ રહ્યા હોય તો સમાજ માં ક્રાંતિ જરૂર આવી શકે તેમાં બે મત નથી. જેમ એક હાથે તાળી ન પડે તેમજ જોડાવું દરેક ને પડે છતાં નવીન રાહ ની શુભ શરૂઆત તો આપણે જ કરવી પડે તેવા શ્રેષ્ઠ વિચાર સાથે ના અભિગમ સાથે નો સર્વ શ્રેષ્ઠ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો અને સમાજ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પણ આપતો ગયો..
Recent Comments