રમત ગમત કચેરી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવકો માટે ઓનલાઇન વેબિનાર મારફતે ઇન્ટરવ્યૂ માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના કારણે વેબિનારથી ઓગસ્ટ મહિનાના પહેલા શનિવારે તા. ૭ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના પહેલા શનિવારે તા. ૪ સપ્ટેમ્બરે યોજવામાં આવશે. રસ ધરાવતા યુવકોએ રમત ગમત કચેરીથી અથવા કચેરીના બ્લોગ પરથી ફોર્મ મેળવી જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક સી, પ્રથમ માળ, અમરેલી ખાતે તા. ૨૪/૮/૨૦૨૧ સુધીમાં મોકલી આપવા એક યાદીમાં જણાવાયું છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવકો માટે ઇન્ટરવ્યૂ માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન

Recent Comments