પોલીસદળની ભરતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન હેલ્પલાઇન ૬૩૫૭૩૯૦૩૯૦ પરથી મળી શકશે
અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુઓને માહિતી, માર્ગદર્શન અને મહેનતના ત્રિવેણી સંગમ થકી લક્ષ્ય પ્રાપ્તિનો અતુલ્ય અવસર મળી રહે તેવા હેતુસર ગુજરાત પોલીસદળમાં વર્ગ-૩ની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ – લોકરક્ષક અને એસ.આર.પી.એફ.કોન્સ્ટેબલ સંવર્ગની ભરતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન માટે હેલ્પલાઈન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ કાર્યરત કરવામાં આવેલ છે. સેવા, સુરક્ષા અને શાંતિની ધ્યેયપ્રાપ્તિ માટે સાહસ, શૌર્ય અને સમર્પણ ભાવના સાથે ગુજરાત પોલીસ દળમાં કારકિર્દી ઇચ્છુક યુવાનો સંકલ્પબદ્ધ મનોબળ અને આયોજનબદ્ધ પરિશ્રમ થકી પ્રારબ્ધની પ્રાપ્તિકરી શકે તેવા ઉમદા આશયથી કચેરી ખાતે કચેરી સમય દરમિયાન ભરતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન માટે હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવેલ છે. ખમીરવંતા યુવાનો હેલ્પલાઈન અને હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે.
Recent Comments