ડ્રેગન કેપ્સ્યુલ ફલોરિડાના દરિયામાં સોફટ લેન્ડિંગ કરશે. આ મિશનનો કમાન્ડ જેને સોંપવામાં આવ્યો છે તે ૩૭ વર્ષનો જેક આઇઝેકમેન તાલિમબદ્ધ પાયલટ છે. તે ઇન્ટિગ્રેટેડ પેમેન્ટ પ્રોસેસિંગ કંપની શિફ્ટ૪ પેમેન્ટનો સીઇઓ છે. અબજાેપતિ આઇઝેકમેને સેંટ જ્યુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલ માટે લાખો ડોલરનું ભંડોળ ઉભું કરવા માટે આ ફલાઇટ ખરીદી છે. તેણે સેેંટ જ્યુડને આ મિશનની બે સીટ ફાળવી છે તથા ૧૦૦ મિલિયન ડોલર આ હોસ્પિટલ માટે આપવાનું વચન આપ્યું છે. ૧૫ સપ્ટેમ્બરે નાસાના કેનેડી સ્પેસ સેન્ટર પર આવેલા પેડ ૩૯એ પરથી આ મિશન રવાના થશે. મિશનને રવાના થવાનો ચોક્કસ સમય થોડા દિવસ પૂર્વે નક્કી કરવામાં આવશે.ટેક અબજાેપતિ ઇલન મસ્ક દ્વારા સંચાલિત કંપની સ્પેસએક્સ પંદર સપ્ટેમ્બરે પ્રથમ સમાનવ અવકાશયાત્રા પંદર સપ્ટેમ્બરે હાથ ધરશે. ઇન્સ્પિરેશન-૪ મિશન ટીમે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે અમે આ યાત્રા માટે સુસજ્જ છીએ. આ વર્ષના આરંભે ફેબુ્રઆરીમાં સ્પેસએક્સ દ્વારા સખાવતી હેતુ માટે આ ઇન્સ્પિરેશન૪ મિશનની જાહેરાત કરવામાં આવી હતી. આ મિશનનું કમાન્ડ ટેક એન્ટરપ્રિન્યોર જેક આઇઝેકમેન કરશે તથા તેમની સાથે અન્ય ત્રણ જણા પણ હશે. આ ચારે અવકાશયાત્રીઓ સ્પેસએક્સની ક્રૂ ડ્રેગન કેપ્સુયલમાં ખાસ પ્રદક્ષિણા પથ પર દર નેવું મિનિટનું એક પૃથ્વીની ફરતે ચક્કર મારશે. ત્રણ દિવસની આ અવકાશયાત્રા પુરી થયા બાદ ડ્રેગન કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પરત આવશે.
સ્પેસએક્સ પંદર સપ્ટેમ્બરે પ્રથમ સમાનવ અવકાશયાત્રા હાથ ધરશે

Recent Comments