ભાવનગર

સ્પે.ઓલમ્પિક અંતર્ગત યોજાયેલ વર્ચ્યુઅલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પાલીતાણા તાલુકાના બાળકોએ મેદાન માર્યું

પાલીતાણા તાલુકાના દિવ્યાંગ બાળકો દ્વારા હર હમેશની જેમ ઉજ્જવળ દેખાવ કરતા ફરી એક વખત પાલીતાણા તાલુકાને ગૌરવ અપાવ્યું છે. હાલ, કોરોનાની પરિસ્થિતિના કારણે જયારે તમામ પ્રકારની મેદાની સ્પર્ધા બંધ હોય દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુથી સ્પે.ઓલમ્પિક ગુજરાત દ્વારા વર્ચ્યુઅલ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધેલ જેમાં પાલીતાણા તાલુકાની ટવીન્સ સિસ્ટર દિયોરા રુતીકા પી. તથા દિયોરા ઋષિકા પી.એ ૮ થી ૧૧ એઈજ ગ્રુપમાં અનુક્રમે દ્વિતીય તથા ચતુર્થ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ પરમાર યોહન કે. દ્વારા ૧૬ થી ૨ ૧ એઈજ ગ્રુપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી આઈ.ઈ.ડી.વિભાગ પાલીતાણાને ગૌરવ અપાવ્યું છે. ભાગ લેનાર તમામ સ્પર્ધકો તેમજ વિજેતાને શ્રી એચ.વી.ગોહેલએ અભિનંદન પાઠવ્યા છે. તથા સ્પે.ઓલમ્પિક ગુજરાતનો આભાર વ્યક્ત કર્યો છે કે જેઓ હમેશા દિવ્યાંગ બાળકોના વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.

Related Posts