fbpx
ભાવનગર

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું પ્રતિનિધિમંડળ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાતે

ગુજરાતમાં રમાઇ રહેલાં નેશનલ ગેમ્સ અન્વયે ભાવનગરમાં ચાર ગેમ રમાવાની છે. જેની તૈયારીઓની સમીક્ષા માટે સાઇના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી એસ.સી. શર્માના નેતૃત્વમાં ભાવનગર ખાતે જ્યાં આ ગેમ્સ રમાવાની છે તેવાં સીદસર ખાતેના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની આજે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિમંડળે વહેલી સવારે મુલાકાત લીધી હતી.

તેમની આ મુલાકાતમાં જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે પણ સાથે રહ્યાં હતાં. કલેક્ટરશ્રીએ જિલ્લાની તૈયારીઓ વિશેની વિગતો પ્રતિનિધિમંડળને આપી હતી. તેમણે આ રમત માટે કોઇપણ પ્રકારની અન્ય વ્યવસ્થાઓની જરૂરીયાત ઉભી થાય તો તંત્ર તે માટે તૈયાર છે તેવી હૈયાધારણ આપી હતી.

પ્રતિનિધિમંડળે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ માટેના કોર્ટ, પોશાક, ટ્રેક, રહેવાં અને જમવાની સગવડો, મીડિયા માટેની બ્રિફિંગની વ્યવસ્થાઓ, દર્શકો માટેની વ્યવસ્થા, કોચ અને સહાયક સ્ટાફની વ્યવસ્થા વગેરે વ્યવસ્થાઓની ઝીણવટપૂર્વકની વિગતો મેળવી હતી.

આ પ્રતિનિધિમંડળમાં શ્રીનિવાસ માલેકર, મનિષકુમાર, કાલવા રાજેશ્વર રાવ સહિતના અધિકારીઓ જોડાયાં હતાં.

પ્રતિનિધિમંડળની આ મુલાકાત વેળાએ સિનિયર કોચશ્રી દિવ્યરાજસિંહ બારીયા, જિલ્લાના રમત-ગમત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts