—
જિલ્લામાં તા.૪ થી તા.૧૩ જૂન,૨૦૨૨ સુધી સમર કેમ્પ અમરેલી તા. ૩ જૂન,૨૦૨૨ (વિક્રમ સવંત ૨૦૭૮ જેઠ સુદ ચોથ) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ ખેલે ગુજરાત કોચિંગ સમર કેમ્પ- ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. તા.૪ થી તા.૧૩ જૂન, ૨૦૨૨ એમ કુલ ૧૦ દિવસ સુધી આ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ભાગ લેવા ઈચ્છુક હોય તેવા ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, સરદાર પટેલ રમત સંકુલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ચિત્તલ રોડ, અમરેલીનો રુબરુમાં સંપર્ક કરવો. આ કેમ્પમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન તા. ૪ જૂન, ૨૦૨૨ સાંજના ૬ વાગ્યા સુધીમાં કરાવવું તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે
Recent Comments