fbpx
રાષ્ટ્રીય

સ્માર્ટફોનનું ઘેલું વિશ્વ : બોલો, 2022માં જ દુનિયાની 84% વસતીના હાથમાં સ્માર્ટ ફોન હશે

વિશ્વને મોબાઈલ જાણે ઘેલું લગાડયું હોય તેવું લાગી રહ્યું છે. આજે મોબાઇલ એક જીવનનો અભિન્ન અંગ બની ગયો હોય તેમ દરેક લોકો પાસે સ્માર્ટફોન તો હોય જ છે. ટીનેજર સિનિયર સિટીઝન દરેક જણ સ્માર્ટફોન ઉપયોગ કરતા થઈ ગયા છે.  

 દિવસે ને દિવસે લોકો કીપેડ ફોનમાંથી સ્માર્ટફોન તરફ દોરાઈ રહ્યા છે ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો સતત સ્માર્ટફોનની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.  

 2020માં 605 કરોડ સ્માર્ટફોન હતા 2022માં 664 કરોડ સ્માર્ટફોન અત્યાર સુધી થઈ ગયા છે, એટલે કે કુલ વિશ્વની વસ્તીની સરખામણીએ 2022 સુધીમાં 84% સ્માર્ટફોન થવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે. સ્માર્ટફોનનો આંકડો દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં બની શકે છે કે 90 થી 95 ટકા જેટલા લોકો પાસે સ્માર્ટફોન હોય.   દુનિયામાં 791 કરોડ લોકો છે પરંતુ મોબાઈલકનેક્શન1,037 કરોડ પાસે છે. બાકીના ફોન ઉપયોગ કરી રહ્યા છે.    

મોબાઈલસ્ટેટિસ્ટિક્સરિપોર્ટના આંકડાઓ જોઈએ તો કેટલા ટોટલ મોબાઈલ ફોનમાંથી કેટલા અત્યારે સ્માર્ટફોન લોકો પાસે છે આ વાત જાણવા મળે છે.     વિશ્વના લોકોના હાથમાં કુલ સ્માર્ટ ફોન  

2020માં 605 કરોડ સ્માર્ટફોન હતા  

2021માં 637 કરોડ સ્માર્ટફોન હતા  

2022 સુધીમાં 664 કરોડ સ્માર્ટફોન છે    

: વિશ્વના હાથોમાં કુલ મોબાઈલ ફોન  

2020માં કુલ મોબાઈલ ફોન 695 કરોડ  

2021માં કુલ મોબાઈલ ફોન 710 કરોડ  

2022માં કુલ મોબાઈલ ફોન 726 કરોડ

Follow Me:

Related Posts