અમદાવાદ શહેરમાં મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત સ્મિત ચાઈલ્ડ એજયુકેશન એન્ડ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ અખબાર નગર સર્કલ પાસે,નવા વાડજ ખાતેતા.૧૭ માર્ચ હોળીના રોજ મનોદિવ્યાંગ બાળકો માટે હોળી ધુળેટી રંગોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલરની અસર થી આંખો અને ચામડીને થતાં નુકસાનની સમજ મનોદિવ્યાંગ બાળકોને આપવામાં આવ્યા બાદ તિલક હોળીનો બાળકોમાં ઉત્સાહ વધારવા પધારેલા અતિથિઓ સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં દરેક મનોદિવ્યાંગ બાળકને ધાણી,મમરા,સીંગ,ચણા, ખજુર,મિઠાઈની કીટ ભેટ આપવામાં આવી હતીને સરસ મજાનું ભોજન આપવામાં આવ્યુ હતુઆ શુભ પ્રસંગે અમદાવાદ શહેર મહિલા ભાજપ પ્રમુખ પ્રો.ડૉ.સ્મિતાબેન જોષી ગાયત્રી પરિવારના કનુભાઇ પટેલ અને બાળકોને કીટ આપવામાં યોગદાન કરનાર કનુભાઈ પરીખ તથા અન્ય શુભેચ્છકો,સ્ટાફ પરિવારના મિત્રોએ હાજર રહીને આનંદપૂર્વક મનો દિવ્યાંગ બાળકો સાથે તિલક હોળી ધુળેટી રંગોત્સવની ઊજવણી કરી હતી.કોરોના ભયમાંથી મુક્ત બાળકો ખુશખુશાલ જણાતાં હતાં.
સ્મિત ચાઈલ્ડ એજયુકેશન એન્ડ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા તિલક હોળી ધુળેટી રંગોત્સવનુ આયોજન


















Recent Comments