અમદાવાદ,નવા વાડજ ખાતે આવેલા સ્મિત ચાઈલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકો ભારતીય સંસ્કૃતિ,તહેવારોથી વિશેષજ્ઞ થાય તે માટે હોળી- ધુળેટી પર્વ નિમિત્તે તેમના હર્ષોલ્લાસ વચ્ચે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દિપ પ્રાગટ્ય ગાયત્રી મંત્રોચ્ચાર સાથે બાળકોને કલરથી થતાં નુકસાનની સમજ આપી તિલક હોળી રમાડી કાયૅક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને બધા જ મનો દિવ્યાંગ બાળકોને સીંગ,ચણા,ધાણી, મમરાડ્રાયફ્રૂટ,મીઠાઈને સરસ મજાની પિચકારી આપવામાં આવી હતી જેને લઈને બધા જ મનોદિવ્યાંગ બાળકોએ ખુશાલી વ્યક્ત કરી હતી ક્રાયૅક્રમના અંતે સરસ મજાનું શીખંડ-પુરી મિક્ષ ભજીયા, શાક,પાપડનુ મધુર ભોજન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી કનુભાઇ પરીખ, વિપુલભાઇ વસાવડા, શ્રી ઈસુદાનભાઈ,ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનો હાજર રહેલા,દિપક મમરાવાળા તેમજ અન્ય દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરી આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન સંચાલન સંસ્થાના શ્રી ચૌહાણ ચંદુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્મિત ચાઈલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકો માટે તિલક હોળી મહોત્સવ યોજાયો


















Recent Comments