ગુજરાત

સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ ના મનોદિવ્યાંગ બાળકો એ કર્યા યોગ

અમદાવાદ ૧૦ મા વિશ્વયોગ દિનની ઉજવણી તા.૨૧ જૂન ૨૦૨૪ શુક્રવારે સવારે ૧૦-૩૦ દરમ્યાન સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંસ્થા,અખબાર નગર સર્કલ નજીક,નવાવાડજ વિસ્તાર ખાતેના મનોદિવ્યાંગ બાળકોના હર્ષોલ્લાસ સાથે સ્મિત ચાઇલ્ડ સંસ્થા-લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હિલ-ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગથી પાતાંજલિ અને ગાયત્રી પરિવારના ભારતીબેન સોલંકી દ્વારા કરાવવમાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન પી.આર.ઓ.લા.ગીરીશભાઈ પટેલ,ચંદ્રસિંંહ ચૌહાણ સંચાલક સ્મિત ચાઇલ્ડના માર્ગ દર્શનમાં થયું હતું.બાળકોને ખુશ પ્રોત્સાહિત સ્વાદિષ્ટ નાસ્તો આપી  કરવામાં આવ્યા હતાં.

Related Posts