સ્વચ્છતા અભિયાન સમાન ધોરણે ચલાવો પાલિકા શાસકો કપડાં જેમ રસ્તા ઓના પેવર બ્લોક બદલવા ના બદલે નિયમિત સફાઈ કરાવે
દામનગર શહેર માં નગરપાલિકા ના શાસકો વારંવાર રસ્તા ઓના પેવર બ્લોક કપડાં જેમ બદલી ને વિકાસ કરે છે પણ રવિવારે આવશ્યક સફાઈ સેવા માં કરકચર નામે રજા રાખી રહી છે વર્ષ લાખો રૂપિયા નો ખર્ચ પેટ્રોલ ડીઝલ ના બિલ યાંત્રિક સાધનો સહિત રોજમદારો ના નામે મોટા મોટા બિલ મૂકી રહી છે ત્યારે શહેર ના ૬૦ થી વધુ વિસ્તારો માં ક્યાં વારે ક્યાં વિસ્તાર ની સફાઈ કરાય છે ? આટલા મોટા શહેરી વિસ્તારો માં ૬૦ થી વધુ રહેણાંક વિસ્તારો માં નિયમિત સફાઈ તો દૂર મહિના સુધી કોઈ ડોકાતું નથી પાલિકા નું સ્વચ્છતા અભિયાન માત્ર સભ્યો ના ઘર પાસે નહિ પણ સાર્વજનિક ધોરણે ચલાવય તે જરૂરી વેરો તમામ શહેરીજનો ભરે છે અને સફાઈ માત્ર ચૂંટાયેલ સભ્યો ની શેરી ઓની જ કેમ ? રવિવારે મુખ્ય બજારો ની હાલત આવી હોય છે સેવા કરવા ચૂંટાયા છો કે સગવડો મેળવવા ? વારંવાર રસ્તા ઓના પેવર બ્લોક બદલી પોતા નો વિકાસ કરો તેમાં ના નથી પણ આવશ્યક સેવા ઓ સમાન ધોરણે ચલાવો તેવી શહેરીજનો માં માંગ ઉઠી રહી છે
Recent Comments