”સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્રમ અંતર્ગત અમરેલીના વડેરા ગામે અક્ષર પ્રાથમિક શાળાની સફાઈ કરવામાં આવી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. રાજ્યના આ ચાર પખવાડીયાના મહા સ્વચ્છતા અભિયાનમાં બીજા રવિવારે સ્વચ્છતા કેલેન્ડર મુજબ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી.
આજરોજ ”સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્રમ અંતર્ગત અમરેલીના વડેરા મુકામે અક્ષર પ્રાથમિક શાળામાં સાફ-સફાઈ અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતુ. શાળાના શિક્ષકો અને ગ્રામજનોએ સાથે મળીને શાળામાં સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતુ. આગામી બે માસ સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવશે જેમાં આ અભિયાનના ભાગરૂપે તા.૨૩ થી ૨૮ ઓક્ટોબર સુધી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી, બિલ્ડીંગ, શાળા, કોલેજો અને આંગણવાડીની સફાઈ કરવામાં આવશે.
Recent Comments