અમરેલી

”સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્રમ અંતર્ગત બગસરા નગરપાલિકા દ્વારા બાપા સિતારામ મંદિરની આસપાસ સ્વચ્છતા અભિયાન યોજાયું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. આ કડીના ભાગરૂપે ”સ્વચ્છતા હી  સેવા” કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકા દ્વારા સાતલડી નદીનાં કિનારે આવેલ બાપા સિતારામ મઢુલી મંદિર ખાતે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના એસ.આઈ. સંજયભાઈ વ્યાસ, ટીમ નગરપાલિકા અને સદસ્યશ્રીઓ બગસરાના આગેવાનો ભરતભાઈ માંડલીયા અને રમેશભાઈ હીરપરા, ,યોગેશભાઈ એપા, ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક રમેશભાઈ અને સદસ્ય ન.પા. જયસુખભાઈ મેરલ વગેર હાજર રહ્યા હતા. આ સ્વચ્છતા ઝુંબેશમાં સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, તેમ નગરપાલિકા બગસરાની એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts