રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરાશે. તા. ૧૫ ઓક્ટોબર,૨૩ને રવિવારના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનની સાફ સફાઈનું આયોજન, તા. ૨૨ ઓક્ટોબર,૨૩ને રવિવારના રોજ શહેર તથા ગ્રામ્યના તમામ ધાર્મિક સ્થળો,મ્યુઝીયમ સહિતના સ્થળે સાફ સફાઈ હાથ ધરવામાં આવશે.
ઉપરાંત તા.૨૯ ઓક્ટોબરને રવિવારના રોજ અવિકસિત અને અનિયમિત વિકસિત વિસ્તારોની સાફ-સફાઈ, તા. ૦૫ નવેમ્બરને રવિવારના રોજ તમામ સરકારી કચેરીઓ, તા.૧૨ નવેમ્બરને રવિવારના રોજ પોલીસ સ્ટેશનો,પોલીસ લાઈન, કોર્ટ સંકુલો, તા. ૧૯ નવેમ્બરને રવિવારના રોજ સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને જાગૃત્તિ અભિયાન, તા.૨૬ નવેમ્બરને રવિવારના રોજ જાહેર અને ખાનગી શૌચાલયોની સાફ-સફાઈ, તા. ૦૩ ડિસેમ્બરને રવિવારના રોજ ગ્રામ્ય તથા શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટથી ૫ કિમીના વિસ્તારની સફાઈ, તા. ૧૦ ડિસેમ્બરના રોજ ગ્રામ્ય તથા શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલની સાફ-સફાઈનું આયોજન હાથ ધરવામાં આવશે. તા. ૧૬ ડિસેમ્બર,૨૦૨૩ સુધી ચાલનાર સ્વચ્છતા અભિયાનમાં જોડાવા જાહેર જનતાને આહ્વાન કરવામાં આવ્યું છે.
Recent Comments