અમરેલી

“સ્વચ્છતા હી સેવા ” અંતર્ગત કોમર્સ કોલેજ – અમરેલીમાં કાર્યક્રમો યોજાયા.

અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં ચાલતા એન.એસ.એસ.યુનિટો દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના પૂર્વ દિવસે  ” સ્વચ્છતા હી સેવા ” અંતર્ગત એક કલાક શ્રમ દાન કરી એન.એસ.એસ.ના સ્વયં સેવક ભાઈ – બહેનોએ કોલેજ કેમ્પસની સફાઈ કરી કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત કર્યું હતું. આ ઉપરાંત સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી રેલીનું પણ આયોજન કર્યું હતું.

આ તકે સ્વયં સેવક ભાઈ – બહેનોને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.એમ.એમ.પટેલ અને વાઇસ પ્રિન્સિપાલ ડો.એ.કે.વાળાએ શુભ કામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તળાવિયા, ડો.એ.બી.ગોરવાડીયા અને એન સી.સી.ઓફિસર પ્રા.વી.જી.વસાવાએ કર્યું હતું.  કાર્યક્રમને સફળ બનાવવા કાળુભાઇ ખેદરા, શારદાબેન ખેદરા અને પ્રીતમદાસ આચાર્યએ જહેમત ઉઠાવી હતી તેમ આઈ.ક્યુ.એ.સી. કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફીણવિયાએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts