સ્વચ્છતા હી સેવા અંતર્ગત અમરેલી જિલ્લા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધા અને બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાયોજાઇ
તા. ૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. સ્વચ્છતા માટે વડાપ્રધાનશ્રીના આહ્વાનને ઝીલી લઇ રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં પણ તા. ૧૭ સપ્ટેમ્બરથી “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રીશ્રીના સ્વચ્છતા સ્વભાવના અભિયાનને અમરેલી જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. રમત, ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત અમરેલી જિલ્લા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધા અને બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન થયું હતું. અમરેલી દીપક હાઇસ્કૂલ ખાતે યોજવામાં આવેલી આ સ્પર્ધામાં બાળ કલાકારોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થી તેમજ કલાકારોએ સ્વચ્છતા અભિયાન વિશે જાગૃત્ત કરવામાં આવ્યા હતા. દામનગર નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” પખવાડિક કાર્યક્ર્મ અંતર્ગત શેઠ શ્રી એમ.સી.મહેતા હાઇસ્કુલ ખાતે ચિત્ર સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી.
Recent Comments