fbpx
ભાવનગર

સ્વચ્છતા હી સેવા અભિયાનકોળિયાક કન્યા શાળા ખાતે સ્વચ્છતા અભિયાનમાં સાંસદ શ્રીમતિ ડૉ. ભારતીબેન શિયાળ સહભાગી થયા  

દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા. ૨૩ થી ૨૮ ઓકટોબર શાળા, કોલેજ, આંગણવાડી અને યુનિવર્સિટીની ‘સફાઈ અભિયાન’ અંતર્ગત વિશેષ સફાઇ કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત કોળિયાક કન્યા શાળા ખાતે સ્વચ્છતા અભિયાનમાં સાંસદ શ્રીમતિ ડૉ. ભારતીબેન શિયાળ સાથે અન્ય સ્થાનિક પદાધિકારીશ્રીઓ સહભાગી થયા હતા. 

અત્રે નોંધનીય છે કે, ગુજરાતને સ્વચ્છ અને રણિયામણું બનાવવાના હેતુસર આગામી બે માસ સુધી આ સફાઈ અભિયાન દૈનિક ધોરણે હાથ ધરવામાં આવશે અને આગામી સમયમાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેકવિધ કાર્યક્રમો થશે.

Follow Me:

Related Posts