fbpx
ભાવનગર

“સ્વચ્છતા હી સેવા” ભાવનગર જિલ્લોપાલીતાણા સરકારી કોલેજ ખાતે ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પાલીતાણા ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સપ્તધારા સામુદાયિક સેવા પ્રકલ્પ તેમજ સર માનસિંહજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં ટીબી જાગૃતિના સંદર્ભે વક્તવ્ય અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પાલીતાણા સરકારી હોસ્પિટલના ડો. કે.સી ભટ્ટ અને ડો. પંડ્યા દ્વારા ટીબી રોગ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજના આચાર્ય ડો. સુનીતા નિમાવત દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રથમ ક્રમાંક સહિતના ક્રમાંક આપી વિદ્યાર્થીઓને ઇનામ આપી બિરદાવવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts